બીટકોઈન કેસ: નલિન કોટડિયાની ગમે ત્યારે થશે ધરપકડ? ભૂગર્ભમાં ઉતર્યા બાદ તેમની પત્નીએ શું કહ્યું, જાણો વિગત
અમદાવાદ: બિટકોઈન કૌંભાડે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી છે. આ સમગ્ર કૌંભાડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ ખુલ્યું છે. બીટકોઈન કૌંભાડમાં નલિન કોટડિયાનું નામ ખુલતા જ તેઓ ગાયબ થઈ ગયા છે. શુક્રવારે નલિન કોટડિયાને CID ક્રાઈમે પૂછપરછ માટે બોલાવ્યા હતાં, પરંતુ તેઓ આવ્યા નહોતા. જ્યારે આજે ફરી તેમને બપોરે ત્રણ વાગે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. જોકે કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેવું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોંકાવનારી વિગત એ છે કે ધવલ માવાણી નામનો બીટકોઈન ઓપરેટર 20થી 25 હજાર બીટકોઈન સાથે રફ્ફુચક્કર થઈ ગયો છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઈન્કમટેક્સના નામે કરોડો રૂપિયાનો તોડ થતાં ધવલ માવાણી હાલ સિંગાપોર ભાગી ગયો છે. ધવલ સિંગાપોરથી ઈન્ડોનેશિયા થઈ યુરોપના કોઈ દેશમાં સંતાયો હોવાનું જાણવા મળ્યું છે.
બીટકોઈન કૌંભાડમાં સીઆઈડી ક્રાઈમની તપાસ દરમિયાન ચોંકાવનારા માહિતી મળી આવી છે. આ કેસમાં સુરતના ઉદ્યોગપતિ, બિલ્ડર્સના આશરે 1500 કરોડ રૂપિયા ફસાયા છે. નોટબંધી દરમિયાન કાળા નાણાંને સફેદ કરવા માટે બીટકોઈનમાં રોક્યા હતાં તેવું જાણવા મળ્યું છે.
કોટડિયાએ અગાઉ એવો દાવો પણ કર્યો હતો કે, તેમને પોલીસ જ્યારે પણ બોલાવશે ત્યારે તેઓ હાજર થઈ જશે. જોકે, હાની સ્થિતિમાં તો તેમનો કોઈ અતોપતો નથી, અને તેમનો ફોન પણ તેમની પાસે નથી. એવું કહેવાય છે કે, પડાવી લેવાયેલા 12 કરોડના બિટકોઈનમાં એક હિસ્સો તેમનો પણ હતો.
નલિન કોટડિયાનું નામ પહેલાથી જ આ કાંડમાં ચર્ચામાં હતું. જોકે, તેમણે દાવો કર્યો હતો કે તેઓ નિર્દોષ છે અને આખાય કેસમાં પોતે ક્યાંય છે જ નહીં. કોટડિયાએ થોડા દિવસ પહેલા પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, પોતાની ખોટી રીતે સંડોવણી કરવામાં આવી રહી હોવાથી તેમને બોલવાની ફરજ પડી હતી. તેમણે તો એમ પણ કહ્યું હતું કે, તેમને રાજકીય રીતે ફસાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.
બિટકોઈન કાંડ કેસમાં CID ક્રાઈમ અત્યાર સુધી અમરેલી LCB પીઆઈ અનંત પટેલ, એસપી જગદીશ પટેલની ધરપકડ કરી ચૂકી છે અને બંને હાલ જેલમાં છે. પોલીસે આ સમગ્ર ઘટનાનો ભોગ બનનારા સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટના પાર્ટનર કિરીટ પાલડિયાની પણ ગઈ કાલે જ ધરપકડ કરવામાં આવી હતી.
નલીન કોટડિયાના પત્ની શ્વેતા કોટડિયાએ જણાવ્યું હતું કે, તેઓ ગઈ કાલ સવારથી જ ક્યાંક ચાલ્યા ગયા છે અને હજુ સુધી પરત આવ્યા નથી. મહત્વની વાત એ છે કે, નલિન કોટડિયા પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સુરતના બિલ્ડરના 12 કરોડ રૂપિયાના બિટકોઈન અમરેલી પોલીસના PIએ જબરજસ્તી પડાવી લેવાયાના કાંડમાં કોટડિયાની સંડોવણી અંગે પહેલાથી જ અટકળો ચાલતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -