ગુજરાતમાં 172 જ્જની બદલીના આદેશ, કયા જ્જને ક્યાં મળ્યું પોસ્ટિંગ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત સ્ટેટ જ્યુડીશ્યલ એકેડમીના ડેપ્યુટી ડીરેક્ટર યુ.ટી દેસાઇની પ્રીન્સીપાલ ડ્રીસ્ટ્રીક્ટ જ્જ તરીકે ભરૂચ બદલી કરી છે. અમદાવાદના સીબીઆઇ કોર્ટના પી.જી ગોકાણીની બદલી વલસાડ ખાતે કરવામાં આવી છે.
સેશન્સ જ્જ અને એડીશનલ સેશન્સ જ્જની મોટાપાયે નિયમિત બદલીઓ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના રીક્રુટમેન્ટ એન્ડ ફાઈનાન્સ રજીસ્ટ્રાર વી.કે વ્યાસની બદલી બનાસકાંઠાના પાલનપુરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જ્જ તરીકે બદલી કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે રાજ્યભરની નીચલી અદાલતોના 172 જજોની બદલીના કરી દીધી છે. જેમા સિનિયર અને જુનિયર સ્તરના તમામ જીલ્લાના જજની બદલીઓ કરવામાં આવી છે. સુરતના પ્રીન્સીપલ ડ્રીસ્ટ્રીક્ટ જજ ગીતા ગોપીની બદલી રાજકોટ ખાતે કરવામાં આવી છે. ગાંધીનગરના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જ્જ એ.સી રાવને તે જ કોર્ટમાં યથાવત રાખવામાં આવ્યા છે. વડોદરા કોર્મિશયલ કોર્ટના જ્જ મુળચંદ ત્યાગીની અમદાવાદની કોર્મિશયલ કોર્ટમાં બદલી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -