બિટકોઇન કેસઃ 12 કરોડ રૂપિયાના પડવાના હતા ત્રણ ભાગ, નલિન કોટડિયાની ધરપકડના ભણકારા
ફરિયાદ શૈલેષ ભટ્ટે અપહરણથી છૂટકારો મેળવવા માટે 78.50 લાખ રૂપિયા વહીવટદારને આપ્યા હતા. આ રૂપિયા SP જગદીશ પટેલના વહીવટદારને આપ્યાં હોવાનો પણ આરોપ છે. CID ક્રાઈમે 40 લાખ બાદ 78 લાખની રોકડની પણ તપાસ શરૂ કરી છે. પૈસાનો વહીવટ રાજુ દેસાઈ અને દિલીપ કાનાણીએ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. CIDની ટીમે બંન્નેની પૂછપરછ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે, બિટકોઇનના 12 કરોડ રૂપિયાના ત્રણ ભાગ પડવાના હતા. જેમાં એક ભાગ અમરેલીના SP જગદીશ પટેલ, બીજો ભાગ કિરીટ પાલડિયા અને ત્રીજા ભાગમાં નલિન કોટડિયા અને વકીલ કેતન પટેલનો સમાવેશ થાય છે. એવામાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.
અમદાવાદઃ અમદાવાદના 12 કરોડના બીટકોઈન કેસ મામલે ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. અમરેલીના SP જગદીશ પટેલની ધરપકડ બાદ હવે નલિન કોટડિયાની CID ક્રાઈમે તપાસ શરૂ કરી છે. કોટડિયા ત્રણ દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ફરિયાદી શૈલેષ ભટ્ટે CID ક્રાઈમને મહત્વના દસ્તાવેજ પૂરા પાડતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -