અમદાવાદ: મા ઉમિયાના રથયાત્રામાં પાસ-ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન ગીતા પટેલ, અક્ષય પટેલ અને અન્ય યુવાનોની પોલીસે કરી અટકાયત કરી મોડી રાત્રે છૂટા કરી દીધા હતાં. હાલ ઉમિયા માતાનો રથ પાટીદાર વિસ્તારોમાં ફરી રહ્યો છે.
માં ઉમિયાની આરતી કરતા પાસના કાર્યકરોને અટકાવતા વિરોધ થયો હતો અને ત્યારબાદ પોલીસ બોલાવાઈ હતી જેમાં કન્વીનરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. જોકે આ મામલે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. ફક્ત અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ તમામને છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે પાસના આરોપથી વિપરીત પોલીસ દ્વારા આવી કોઈ ઘટના કે ભેદભાવનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો રથ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં પાસના 8થી 10 કન્વીનરોની પોલીસે અટકાયત કરી હતી. પાસનો આક્ષેપ હતો કે, સમગ્ર વિસ્તારમાં રથ ફરવો જોઈતો હતો, પરંતુ તેના બદલે કેટલીક સોસાયટીઓ કાપી નાખવામાં આવી તો સાથે જ તેમને આરતી કરતા અટકાવવામાં આવ્યા હતા. જેને લઈને વિવાદ સર્જાયો હતો.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઉમિયા માતાના રથયાત્રા દરમિયાન પાસના કાર્યકરો પૂજા કરવા માટે રથ પાસે જઈ રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકરો અને પોલીસે તેમને અટકાવ્યા હતાં. આ સમયે ધક્કામુકી થતાં સમગ્ર મામલો ગરમાયો હતો. પાસ અને ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.
અમદાવાદના વસ્ત્રાલમાં ઉમિયા માતાજીની રથયાત્રા દરમિયાન પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં છુટાહાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. પોલીસે પાસના કેટલાંક કાર્યકરોની અટકાત કરતાં હોબાળો મચી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -