ભાજપે જાહેર કરી 28 બેઠકોની યાદી, જાણો કોને કોને મળી ટિકીટ?
અમદાવાદઃ આજે ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ત્રીજી યાદી બહાર પાડી છે. આજે ભાજપ તરફથી 28 ઉમેદવારોની યાદી બહાર પાડી છે, જેમાં અબડાસાથી છબીલભાઈ પટેલ, માંડવી- વિરેન્દ્રભાઈ જાડેજા, દસાડા- રમણભાઈ વોરા, ધ્રાંગધ્રા જયરામભાઈ સોનગ્રા અને રાજકોટ પૂર્વ અરવિંદ રૈયાણીને ભાજપની ટિકીટ મળી છે.
ઉધનાથી વિવેક પટેલ, મહુવા - મોહન ધોડિયા અને વ્યારાથી અરવિંદભાઈ ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે.
સાવરકુંડલાથી કમલેશ કાનાણી, ગારિયાધાર - કેશુભાઈ નાકરાણી, બોટાદ - સૌરભ પટેલ, ભરૂચ - દુષ્યંત પટેલ અને સુરત - ઉત્તર કાંતિ બલરને ટિકીટ મળી છે.
રાપરથી પંકજ મહેતા, મોરબીથી કાંતિ અમૃતિયા, રાજકોટ દક્ષિણથી ગોવિંદભાઈ પટેલ, જામનગર દક્ષિણથી આર સી ફળદુ અને કેશોદથી દેવાભાઈ માલમને ભાજપે ટિકીટ આપી છે.
જંબુસરથી છત્રસિંહ મોરી, કામરેજથી વી.ડી. ઝાલાવાડિયા, કરંજથી પ્રવિણ ઘોઘારી, કતારગામથી વિનુ મોરડીયા અને ચોરાસીથી ઝંખના પટેલને ટિકીટ મળી છે.
રાજકોટ ગ્રામીણથી લાખાભાઈ સાગઠિયા, વિસાવદરથી કિરીટભાઈ પટેલ, કોડિનારથી રામભાઈ વાઢેર, તળાજાથી ગૌતમભાઈ ચૌહાણ અને પાલીતાણાથી ભીખાભાઈ બારૈયાને ટિકીટ મળી છે.