અમદાવાદઃ દિયર-ભાભી વચ્ચે શારીરિક સંબંધો બંધાયા, બંને સાથે રહેવા લાગ્યાં, પછી અચાનક શું થયું ?
સરખેજ પોલીસે આપેલી વિગતો પ્રમાણે સરખેજમાં ધોળકા રોડ પર ફતેવાડી, મારૂતીનગરમાં રહેતા પ્રભુભાઈ ભલાભાઈ પ્રજાપતિ (45)ને પોતાની સગી ભાભી લાભુબહેન રતીલાલ પ્રજાપતિ (44) સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. પહેલાં બંને છૂપી રીતે મળતાં ને પોતાની શરીરની ભૂખ સંતોષતાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાભુબહેન નવી ફતેવાડીમાં આઝાદનગરમાં તેમના પતિ રતીલાલ સાથે રહેતાં હતાં પણ પ્રભુભાઈ સાથે સંબંધો બંધાતાં તેમણે પતિનું ઘર છોડ્યું હતું. બંનેને એકબીજા વિના નહીં રહી શકાય તેમ લાગતાં બંને સાથે રહેવા લાગ્યાં હતાં. બન્ને પરણિત હોવાથી સ્વાભાવિકપણે સમાજમાં અને પરિવારમાં વિરોધ હતો.
અમદાવાદઃ સરખેજમાં રહેતા એક પુરૂષ પોતાની સગી ભાભી તરફ આકર્ષાયો હતો. ભાભીને પણ દિયર સાથે આકર્ષણ થતાં બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. જો કે એકબીજાના પ્રેમમાં ગળાડૂબ દિયર અને ભાભીને સમાજના કારણે સાથે નહીં રહી શકાય એવું લાગતાં બંનેએ તળાવમાં પડતું મુરીને આત્મહત્યા કરી લીધી હતી.
બન્નેએ સાથે રહી શકીએ એમ ન હોવાથી આત્મહત્યા કરતા હોવાનું જણાવ્યું છે. આ બનાવને પગલે ફતેવાડી વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સરખેજ પોલીસના જણાવ્યા મુજબ લાભુબહેનને પ્રભુભાઈ સાથે સંબંધ હતો અને બન્ને સાથે રહેતા હતા. કેસની વધુ તપાસ સરખેજ પી.એસ.આઈ. વી.સી.મકવાણા ચલાવી રહ્યા છે.
લાભુબહેનનો મૃતદેહ સવારે 8 વાગ્યે નજરે ચડતા લોકોએ સરખેજ પોલીસને જાણ કરી હતી. 19 નવેમ્બરના રોજ પ્રભુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રભુભાઈની છાતીએ બાંધેલી ૬૦ પાનાની સુસાઈટ નોટ (ચોપડો) પોલીસને મળી આવી હતી. લાભુબહેને આત્મહત્યા કરતા પહેલા મંદિરના ઓટલા પર એ જ સુસાઈડની ઝેરોક્ષ મુકી હતી.
આ વિરોધના કારણે સાથે રહી નહી શકાય એમ જણાતા બન્નેએ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પ્રભુભાઈના ભત્રીજા જીતેન્દ્ર પ્રજાપતિએ તેના કાકાની ગૂમ થયાની ફરિયાદ આપી હતી. જો કે બંનેએ 18 નવેમ્બરના રોજ વહેલી સવારે સરખેજના ફતેવાડી પાસે હનુમાન મંદિર નજીકના તળાવમાં પડતું મુક્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -