કોંગ્રેસની યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં ‘પાસ’ દ્વારા તોફાન, ઠેર ઠેર તોડફોડ અને પૂતળા દહન, જાણો વિગતે
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપના 106 ઉમેદવાર જાહેર કર્યાં બાદ રવિવારે આખો દિવસ જ્યાં જુઓ ત્યાં ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. ભાજપમાંથી ટીકિટ કપાતા કાર્યકરો દ્વારા બળવો જોવા મળ્યો હતો. જ્યારે મોડી સાંજે કોંગ્રેસ દ્વારા 77 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના ઘરે પાસના નેતા દિનેશ બાંભણિયા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વાર ભરતસિંહ સોલંકીના ઘરને કોર્ડન કરવામાં આવ્યા હતા અને પાસના બાંભણીયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસના લાલભા ગોહિલને ટિકિટ ન ફાળવાતાં તેમના સમર્થકો દ્વારા ભાવનગરમાં ભીડભંજન મંદિર પાસેના કોંગ્રેસ કાર્યાલય ખાતે તોડફોડ કરવામાં આવી હતી અને રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. આ ઘટનામાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશીનો પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના વર્તનને લઈને દિનેશ બાંભણિયાનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. લલિત વસોયાને કોંગ્રેસમાંથી ટીકિટ આપવામાં આવી છે. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં કોગ્રેસનાં કાર્યલય પર પાસ દ્વારા તોડફોડ કરવામાં આવી છે. હળવદમાં પણ પાટીદારો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. મહેસાણા પાસના કન્વીનરો દ્વારા પણ બાંભણીયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પાસના આગેવાન દિનેશ બાંભણીયા દ્વારા કરવામાં આવેલા આ વર્તનને લઇને સમગ્ર ગુજરાતમાં પાસ દ્વારા બાંભણીયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાવનગર, સુરત અને જૂનાગઢ સહિત ગુજરાતમાં બાંભણીયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -