ગાંધીનગર ગયેલા કારડિયા રાજપૂત નેતાઓને ભાજપના ક્યા ટોચના નેતા મળ્યા જ નહીં? જાણો વિગત
અમદાવાદ: ભાવનગર જીલ્લાના બુધેલ ગામની ગૌચરની જમીન પચાવી પાડવાના મામલે સરપંચ દાનસિંહ મોરીએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે મોરચો માંડ્યો છે. આજે દાનસિંહ મોરીએ એવી ચિમકી ઉચ્ચારી છે કે, રાજપૂતોનું અપમાન કરનારાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં જડબાતોડ જવાબ મળી જશે.
ભાજપે એવો ખુલાસો કર્યો કે, જીતુ વાઘાણીએ કારડિયા રાજપૂત સમાજની કોઇ માફી માંગી નથી. જેના પગલે રાજપૂતો વિર્ફ્યા છે. કારડિયા રાજપૂત આગેવાનો ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતાં પણ તેઓ મળી શક્યાં ન હતાં. અમિત શાહ પણ મળી શક્યા ન હતાં.
અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધતાં બુધેલના સરપંચ દાનસિંહ મોરીએ જણાવ્યું કે, સહન કરવાનીય મર્યાદા હોય છે. કરાડિયા રાજપૂત સમાજ અને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વચ્ચે સર્જાયેલા વિવાદનો અંત આવી ગયો છે. ગાંધીનગર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં જીતુ વાઘાણીએ રાજપૂત સમાજની માફી માગી લેતા સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રજપૂત સમાજે મોટી સંખ્યામાં એકઠા થઈને વાઘાણી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને જીતુ વાઘાણીને પદ પરથી દૂર કરવા માટેની માગ કરી હતી.
ત્યાં હવે ખુદ ભાજપે જ ખુલાસો કર્યો કે, કોઇ માફી માગી નથી. આ રાજપૂત સમાજનું અપમાન છે. હવે જીતુ વાઘાણી મિડિયા સમક્ષ માફી માગે નહીં તો, ભાજપ વિધાનસભામાં પરિણામ ભોગવવા તૈયાર રહે.