Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
અમદાવાદ: લગ્નના 15 વર્ષે પતિએ પત્નીનું શું કહ્યું, ‘મેં તારો શારીરિક ઉપયોગ કરવા તને પ્રેમમાં ફસાવી હતી’
માનસી પરત આવી ત્યારે પતિએ કહ્યું કે, ‘મેં તારો શારીરિક-આર્થિક ઉપયોગ કરવા માટે તને પ્રેમમાં ફસાવીને તારી સાથે લગ્ન કર્યા હતા. મારા બન્ને ઉદ્દેશ્યો પૂરા થઇ ગયા છે. તું મારા કોઈ કામની રહી નથી. મારે તારો જેટલો ઉપયોગ કરવાનો હતો તેટલો કરી લીધો હવે ફોન કરતી નહીં.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપતિના પ્રેમમાં અંધ માનસી 2007માં ઇઝરાયલ કામ અર્થે ગઇ હતી જ્યાંથી તેણે 15 લાખ રૂ. પતિને મોકલ્યા હતા. પતિએ રકમ પણ પડાવી લીધી અને હવે તે પત્નીને રાખવા તૈયાર નથી. છેલ્લા આઠ મહિનાથી માનસી પિયરમાં રહેતાં અંતે કંટાળી માતા-પિતાની મદદથી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં તમામ વાત જણાવી હતી.
અમદાવાદ: પ્રેમમાં અંધ મહિલાને પોતાનાની બેગણી ઉંમરના તથા બે બાળકના સંતાનના પિતા સાથે લગ્ન કર્યા. 15 વર્ષ બાદ પતિએ કહ્યું, 'મેં તારો શારીરિક તેમજ આર્થિક ઉપયોગ કરવા માટે તારી સાથે લગ્ન કર્યા હતા. મારા બન્ને ઉદ્દેશ્ય પૂરા થઇ ગયા છે.'
માનસી ગર્ભવતી હતી ત્યારે પતિએ કહ્યું, ‘જો તું બાળક રાખીશ તો હું તને મારી નાંખીશ.’ બાળક રાખવાની ઇચ્છા હોવા છતાં સંકેતે 2005માં માનસીનો ગર્ભપાત કરાવ્યો હતો. પતિની આર્થિક સ્થિતિ સારી ન હોઇ પતિના કહેવાથી માનસીએ નોકરી શરૂ કરી. તેનાથી પૂરું થતાં પતિએ કહ્યું કે ‘તું વિદેશ જઇને નોકરી કર.’
નારણપુરામાં રહેતી માનસીના પાડોશમાં વર્ષ 2001માં સંકેત રહેવા આવ્યો હતો. સંકેતનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો અને તે બે સંતાનોનો પિતા હતો. ત્યારે માનસીની ઉંમર 20 વર્ષની હતી. માનસી પોતાનાથી બે ગણી ઉંમરના સંકેતના પ્રેમમાં પડી બન્નેએ 2003માં લગ્ન કરી લીધા હતા. બાદ તેઓ મેમનગર રહેવા ગયા હતા.
પતિએ લગ્નજીવન દરમિયાન પત્નીની મરજી વિરુદ્ધ ગર્ભ પણ પડાવી દીધો હતો. તેમજ પત્નીને નોકરી કરવા વિદેશ મોકલી હતી. પત્નીએ ત્યાંથી 15 લાખ મોકલ્યા. તે પરત આવી ત્યારે રાખવાની ના પાડતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -