પાટીદારોથી દાઝેલી BJP રાજપૂતોને ખુશ કરવા 'પદ્માવતી' ફિલ્મનો કરશે વિરોધ, જાણો કોણે લીધી આગેવાની
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે દાવો કર્યો હતો કે પદ્માવતી ક્યારેય અલાઉદ્દીન ખિલજીને મળી નથી. ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી ફિલ્મનો વેપાર કરવા માટે ઇતિહાસને મરોડીને વિવાદ ઊભો કરે છે.
જાડેજાએ કહ્યું કે, ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ છે તે સમયે કોઇ સમાજની લાગણી ન દુભાય અને વિવાદ ન સર્જાય તે માટે રજૂઆત કરવામાં આવશે. ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્રને ઇતિહાસ વિરોધી પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
આ ફિલ્મના વિરોધમાં ગુજરાતના 17થી વધુ જિલ્લાઓમાંથી રાજપૂત અને ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સમાજ દ્વારા ભાજપને રજૂઆત કરવામાં આવી હતી કે, આ ફિલ્મને રિલીઝ થતી અટકાવવામાં આવે. રાજપૂત સમાજની રજૂઆત બાદ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ભરતસિંહ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રતસિંહ પરમાર, કિરિટસિંહ રાણાએ ચર્ચા કર્યા બાદ આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા ભાજપ સરકાર વિરુદ્ધ પાટીદાર સહિત અનેક સમાજના લોકોએ મોરચો માંડ્યો છે. ત્યારે ક્ષત્રિય અને રાજપૂત સમાજના લોકોને ખુશ કરવા માટે ભાજપે 'પદ્માવતી' ફિલ્મનો વિરોધ કર્યો હતો.
આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, બુધવારે કેન્દ્રિય ચૂંટણી પંચ સમક્ષ ગુજરાતમાં ફિલ્મ 'પદ્માવતી'ની રિલીઝ પર પ્રતિબંધની માંગણી કરવામાં આવશે. ફિલ્મમાં ક્ષત્રિય અને રાજપૂત સમાજની લાગણી દુભાય તે રીતે ઇતિહાસને મરોડવાનું કામ કરાયું છે.
ભાજપના પ્રવક્તા આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, ફિલ્મ 'પદ્માવતી' ગુજરાતમાં રિલીઝ ન થાય તે માટે કેન્દ્રિય ચૂંટણીપંચને રજૂઆત કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -