✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દાદાના ચહેરા પર સ્મિત, અમિત શાહની પૌત્રી સાથેની તસવીર આવી સામે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Apr 2017 12:59 PM (IST)
દાદાના ચહેરા પર સ્મિત, અમિત શાહની પૌત્રી સાથેની તસવીર આવી સામે
1

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનાં પુત્રવધૂ રિશીતાએ દીકરીને જન્મ આપતાં અમિત શાહ દાદા બની ગયા છે. અમિત શાહનાં પુત્રવધૂ પ્રેગનન્ટ હતાં અને મંગળવારે તે સંતાનને જન્મ આપશે તેવી શક્યતા ડોક્ટરે વ્યક્ત કરી હતી. તેના પગલે અમિત શાહ મંગળવારે સાંજે અમદાવાદ આવી ગયા હતા.

2

ગુણવંતભાઈ હાલમાં અમદાવાદનાં બાપુનગરમાં સેનિટરી વેરનાં શોરૂમનાં માલિક છે.તેઓ મૂળ પટેલ જ્ઞાતિનાં છે જ્યારે રિશીતાનાં માતા નમ્રતાબેન વૈષ્ણવ સંપ્રદાયનાં વણિક જ્ઞાતિનાં છે. જય અને રિશીતાની સગાઈ 13 જુલાઈ 2014ના રોજ વાયએમસીએ ક્લબ ખાતે ભવ્ય સમારોહમાં થઈ હતી.

3

જય અને રિશીતાના લગ્ન બાદ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે જ જયના પત્ની રિશીતાનો સીમંત પ્રસંગ યોજાયો હતો. જય શાહ અને રિશીતા પટેલ સાથે જ નિરમા યુનિવર્સિટીમાં ભણેલા છે અને એકબીજાના ગાઢ સંપર્કમાં હતા. રિશીતાનાં પિતા ગુણવંતભાઇ પટેલ અમરેલીનાં ચલાલા ગામનાં વતની છે.

4

રિશીતાબેનને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જ્યાં તેમણે રાત્રે 10 વાગ્યાની આસપાસ દીકરીને જન્મ આપ્યો હતો. અમિત શાહે હોસ્પિટલમાં જઈને પૌત્રીને રમાડી હતી. અમિત શાહના પુત્ર જય શાહના લગ્ન બે વર્ષ પૂર્વે મૂળ અમરેલીનાં અને અમદાવાદમાં રહેતાં રિશીતા સાથે ધામધૂમથી યોજાયાં હતા.

  • હોમ
  • અમદાવાદ
  • દાદાના ચહેરા પર સ્મિત, અમિત શાહની પૌત્રી સાથેની તસવીર આવી સામે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.