અમદાવાદઃ પેટમાં દુઃખતા સગીરાને લઈ જવાઇ હોસ્પિટલ, હતી બે મહિના પ્રેગ્નેન્ટ, કોણ નિકળ્યું બળાત્કારી? જાણીને લાગશે આઘાત
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તામાં આઠમાં ધોરણમાં ભળતી સગીર દીકરીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી દેતા હોબાળો મચી ગયો છે. દરમિયાન સગીરાને પેટમાં દુઃખતા તેને હોસ્પિટલ લઈ જવાતા સગીરા બે મહિનાથી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સગીરાની પૂછપરછ કરતાં ખૂદ તેના પિતાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ આઠમાં ભણતી 16 વર્ષીય સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, બે મહિના પહેલા એક રાતે તે માતા અને બે ભાઈઓ સાથે ઘરમાં સૂતી હતી. દરમિયા ઘરની બહાર સૂતેલા પિતાએ મોડી રાત્રે પાણી પીવા બારણું ખખડાવતા તેણે દરવાજો ખોલ્યો હતો અને પોતાની પથારીમાં જઈ સૂઈ ગઈ હતી. આ પછી તેના પિતા પાણી પી તેની બાજુમાં આવી સૂઈ ગયા હતા.
સગીરાના નિવેદનને આધારે પોલીસે હવસખોર પિતા સામે બળાત્કારની ફરિયાદ નોંધી હવસખોર પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પછી રાત્રે તેના પિતાએ તેના પર બળાત્કાર કર્યો હતો અને જો કોઈને આ અંગે વાત કરશે તો મારી નાંખશે તેવી ધમકી આપી હતી. જેથી ડરી ગયેલી કિશોરીએ આ અંગે કોઈને વાત કરી નહોતી. હવસખોર પિતા એટલેથી ન અટકતા પંદર દિવસ બાદ ફરી બળાત્કાર ગુજાર્યો હતો. 10મી એપ્રિલે તેને પેટમાં દુઃખાવો થતાં પાડોશીએ 108ને જાણ કરી હોસ્પિટલ લવાતા તરૂણી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -