રેશ્મા પટેલે ભાજપ સરકાર સામે પાટીદારોના ક્યા મુદ્દાને લઈને બાંયો ચડાવી? પત્રમાં શું લખ્યું? જાણો વિગત
સમાજની કેટલીક માંગણીઓને લઈ હું ભાજપમાં જોડાઈ હતી, પરંતુ અત્યાર સુધી સરકારે અમારી કેટલીક માંગણીઓ પુરી કરી નથી. જો મારે પક્ષમાંથી નીકળવું પડશે તો હું નીકળીશ પરંતુ સમાજની માંગણીઓને લઈને લડતી રહીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેશ્મા પટેલે આજે જણાવ્યું હતું કે, પક્ષના શિસ્તનો ભંગ કરવામાં આવશે તો પણ કરીશ, જ્યાં સુધી મૃતકોના પરિવારજનોને નોકરી નહીં મળે ત્યાં સુધી આંદોલનનો સૂર ઉઠાવતી રહીશ.
ભાજપ પાટીદાર સમાજની માંગણી પૂરી કરશે તેવી માંગણી સાથે રેશ્મા પટેલ પક્ષમાં જોડાયા હતા. જોકે, હવે તેમના પત્ર પરથી સ્પષ્ટ થાય છે ભાજપે જે તે સમયે રેશ્મા પટેલને જે વચનો આપ્યો હતા તે પૂરા થયા નથી. રેશ્મા પટેલના બળાપા બાદ શિસ્ત માટે જાણીતી ભારતીય જનતા પાર્ટી તેમની શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. એટલું જ નહીં રેશ્મા પટેલ ભાજપ સાથે પોતાનું જોડાણ ચાલુ રાખશે કે નહીં તે આગામી દિવસોમાં ખબર પડી જશે.
રેશ્મા પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, સરકાર પાટીદારોની માંગણીઓને પુરી કરે. પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા તોફાનોમાં મોતને ભેટેલા શહીદોના પરિવારજનો માટે સરકારે સરકારી નોકરીની જાહેરાત કરી હતી. તેના પર રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, હજી સુધી સરકારે શહીદોના પરિવારજનોને આપેલા વચનો અને માંગણીઓ પુરી કરી નથી. આ માંગણીઓ સરકારે સમાજહિતમાં પુરી કરવા નમ્ર વિનંતી કરી હતી.
પત્રમાં રેશ્મા પટેલે લખ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા પાટીદાર આંદોલન વખતે માર્યા ગયેલા પાટીદાર યુવકોનાં પરિવારજનોને હજુ સુધી નોકરી મળી નથી. આમ રેશ્મા પટેલે ભાજપમાં જ રહીને પોતાના પક્ષ સામે બળાપો કાઢ્યો છે.
અમદાવાદ: ભૂતપૂર્વ પાસ કન્વીનર રેશ્મા પટેલને જાણે અચાનક પાટીદારોની માંગણીઓ યાદ આવી ગઈ હોય તેમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. રેશ્મા પટેલે આ પત્ર પોતાના ફેસબુક એન્કાઉન્ટ પેજ પર લખ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -