ભાજપ ત્રણ રાજ્યો માટે લાવેલા ફટાકડાં જસદણમાં ફોડ્યા? જાણો વિગત
જીત બાદ કુંવરજી બાવળિયાએ જસદણની જનતાનો આભાર માન્યો હતો. તેમણે મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો. કુંવરજીએ કહ્યું કે અમે આ વિસ્તારના વિકાસ માટે પૂરતો પ્રયાસ કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસદણ પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે જેની ઉજવણી ઢોલ-નગારા અને ફટાકડાં ફોડીને કરવામાં આવી છે. જોકે મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલાં જ ત્રણ રાજ્યોની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોથળા ભરીને ભાજપ દ્વારા ફટાકડાં લાવવામાં આવી હતી જોકે તે ફટાકડાં ત્યાં ફોડવાનો વારો આવ્યો નહતો. એટલે ત્રણ રાજ્યો માટે લાવેલા ફટાકડાં જસદણમાં ફોડવાનું નક્કી કર્યું હતું જે આજે પૂરું થયું છે.
રાજકોટ: જસદણ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર અને મંત્રી કુંવરજી બાવળિયાનો 19,985 મતથી વિજય થયો હતો. 19 રાઉન્ડની મતગણતરી બાદ કુંવરજી બાવળિયાને 90,268 મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70,283 મત મળ્યાં હતાં. ભાજપની જીતની ઉજવણી ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ કરવામાં આવી રહી છે.
ભાજપને ત્રણ રાજ્યોમાં ફટાકડાં ફોડવાનો અવસર મળ્યો નહતો જોકે જસદણમાં ભાજપની જીત થઈ છે ત્યાં ઢોલ-નગારા અને ફટાકડાં ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી હતી તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ ઉપરાંત અમદાવાદમાં આવેલ કોંગ્રેસનું કાર્યાલય પર કોઈ ફરક્યું પણ નહોતું. જ્યારે કમલમ્ પર ભાજપના કાર્યકરો સહિત મોટા નેતાએ જીતની ઉજવણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -