અમદાવાદઃ યુવકની ગર્લફ્રેન્ડનો ફોન પત્નિએ ઉપાડ્યો ને એવું શું કહ્યું કે પતિ બગડ્યો? જાણો વિગત

15 વર્ષના લગ્ન ગાળામાં પ્રિયંકાબહેન અને ધરમસિંહને બે સંતાન હતા. જેમાં મોટી દીકરી વૈહેદી અને યુવરાજનો સમાવેશ થાય છે. લગભગ દોઢ વર્ષ પહેલાં ધરમસિંહને અન્ય સ્ત્રી સાથે સબંધ બંધાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દીકરા સામે પતિએ કરેલી મારઝુડ વિશે મહિલાએ માતા-પિતાને જાણ કરતાં તેમની સંમતિથી પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચાંદખેડા ટીપી-44 ઓમકાર સ્ટ્રીટમાં રહેતા પ્રિયંકાના લગ્ન 2003માં ચાંદખેડા શ્રીનાથ બંગલોઝની પાસે આવેલાં સ્વર્ણ વિલામાં રહેતા ધરમસિંહ પ્રભુસિંહ રાજપૂત સાથે થયા હતા.

અમદાવાદ: પતિના મોબાઈલમાં પ્રેમિકાનો ફોન આવતાં પત્નીએ ફોન ઉપાડી લેતાં તમામ ભાંડો ફુટી ગયો હતો. પતિના મોબાઈલ પર પ્રેમિકાએ ફોન કર્યો હતો અને ફોન પત્નીએ ઉપાડ્યો અને કહ્યું હતું કે, હવે પછી અહીં ફોન કરવો નહીં. પત્નીની આ વાત પતિ સાંભળી જતાં તેણે પોતાના પુત્રની સામે જ પત્નીની ધોલાઈ કરી હતી.
જોકે દોઢ વર્ષથી પતિની પ્રેમ લીલા સહન કરી રહેલી પત્ની ઘર સંસાર તુટે નહીં તે માટે મુંગા મોઢે બધું સહન કરતી હતી. પતિએ પત્ની સાથે કરેલી મારઝુડની વાત તેના પરિવારજનોને થતાં તેમની સંમતિથી પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -