કોંગ્રેસ પછી ભાજપ પણ બદલશે પ્રદેશ પ્રમુખ? વાઘાણીના બદલે ક્યા મિનિસ્ટર બની શકે પ્રદેશ પ્રમુખ, જાણો વિગત
જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ પદે માંડ દોઢ વર્ષ થયું છે અને આટલા ઓછા સમયમાં પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે તેવી કદાચ પહેલી ઘટના ભાજપમાં જોવા મળશે. કોંગ્રેસના સારા દેખાવ છતાં પણ ત્યાં પ્રદેશ પ્રમુખ બદલાયા અને ભાજપના નબળા દેખાવ છતાં પણ પ્રદેશ પ્રમુખ બદલાતા નથી એવું મ્હેણું ભાંગવા પણ સંગઠન સ્તરે ભાજપમાં ફેરફાર જરૂરી બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ પણ આ પર્વ શરૂ થાય તો એમાં ત્રણેક માસ જેટલો સમય જાય તેમ છે અને એ પછી લોકસભાની ચૂંટણીની તૈયારી માટે સમય ઓછો રહે છે, તેથી આ વખતે સંગઠન પર્વ મોકૂફ રાખવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે નવા પ્રદેશ પ્રમુખ પછી સંગઠન સ્તરે પણ થોડો ઘણો ફેરફાર કરવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્ત્વ કરતા પ્રદીપસિંહ અત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખૂબ જ નજીક છે અને આ સમાજમાં પાર્ટીનું વર્ચસ્વ વધારવા મુખ્યમંત્રી પોતે આતુર હોવાનું જાણવા મળ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં જે રીતે ભાજપનો રકાસ થયો હતો અને સંગઠન સ્તરે બધાંને સાથે લઈને ચાલવામાં જીતુ વાઘાણી નિષ્ફળ ગયા હોવાથી ભાજપની શીર્ષસ્થ નેતાગીરી ખુશ નથી જેના કારણે પ્રમુખ પદેથી તેમને બદલવામાં આવે તેવી શક્યતા છે.
આમ છતાં જીતુ વાઘાણી માટે તેમની જ્ઞાતિનું ફેક્ટર એડવાન્ટેજ બની રહ્યું છે. તેથી એમને કેબિનેટ મંત્રી પદ સોંપાય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ પ્રદેશ ભાજપ એકમમાં એપ્રિલ-મેમાં સંગઠન પર્વ શરૂ થવાનું હતું પરંતુ હવે આ અંગે કોઈ બોલવા તૈયાર નથી.
પ્રદેશ ભાજપને સુષુપ્ત અવસ્થામાંથી બહાર લાવી ચેતનવંતુ તથા મજબૂત બનાવવાના ભાગરૂપે પ્રદીપસિંહ જાડેજાને સંગઠનનું સુકાન સોંપવામાં આવે તેવી યોજના છે જે અંગે પ્રદીપસિંહ પણ સંમત થઈ ગયા છે તેવું ભાજપ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અમદાવાદ: ગુજરાતની ભાજપ સરકારમાં અને સંગઠનમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થાય તેની રાહ જોવામાં આવી રહી છે. કોંગ્રેસ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પદેથી જીતુ વાઘાણીને હટાવી તેમના સ્થાને વર્તમાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મૂકવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સમાવવામાં આવે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ પરિવર્તન વિચારવામાં આવી રહ્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -