ચાર કરોડ રૂપિયાની લૂંટ માટે માતા-પિતાએ જ ઉશ્કેર્યા હતા, લૂંટ પર જતાં અગાઉ માતાએ કહ્યું હતું-'બેસ્ટ ઓફ લક'
પોલીસના કહેવા પ્રમાણે, સાગર અને પિંકીએ અગાઉ મુંબઇમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ ત્યાં પોલીસ અને સિક્યોરિટી કડક હોઇ અમદાવાદમાં જ લૂંટ કરવાનો નિર્ણય કર્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે, સાગરને 15 લાખ રૂપિયાનું દેવું થઇ જતાં તેણે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અન્ય કોઇને ભાગ ના આપવો તે માટે પિંકી ભાઇ સાથે લૂંટ કરવા માટે તૈયાર થઇ હતી.
કમલા બેને પુત્ર-પુત્રીને લૂંટ માટે પ્રોત્સાહિત કરતાં લખ્યું હતું કે, સૂઝબૂઝ દાખવજો પણ ડરતાં નહીં. આ સાથે માતા વોટ્સએપ પર બેસ્ટ ઓફ લક અને શાંતિથી કામ કરીને આવજો જેવા મેસેજ કર્યા હતા.
એટલું જ નહીં તેમની પણ સંડોવણી બહાર આવતા પોલીસે સાગરના માતાપિતાની પણ ધરપકડ કરી હતી. સાગર અને પિંકી જ્યારે લૂંટ કરવા જતાં હતા ત્યારે વોટ્સએપ પર તેમની માતા કમલાએ તેમને હાથમાં પાઉડર લગાવવાની ટિપ્સ આપી હતી, જેથી ફિંગરપ્રિન્ટ ના આવે.
અમદાવાદઃનવરંગપુરા મીઠાખળી છ રસ્તા પાસે આવેલી SIS સિક્યોરીટી કંપનીમાંથી 14 કિલો સોનાની લૂંટના કેસમાં ક્રાઈમબ્રાંચે ભાઈ-બહેન સાગર ભાગચંદાની અને પિંકી ભાગચંદાનીની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે ખુલાસો કર્યો હતો કે સાગર અને તેની બહેનને તેના માતાપિતાએ જ લૂંટ કરવા માટે ટિપ્સ આપી હતી.
પિંકીએ બીકોમ કરેલું છે, તેણે અગાઉ નવરંગપુરા ખાતે સ્ટાન્ડર્ડ ચાર્ડડ બેંક આઠ મહિના નોકરી કરી હતી. તેમજ આઈડીબીઆઈ બેંક વસ્ત્રાપુર ખાતે બે મહિના નોકરી કરી છે. એચડીએફસીની વસ્ત્રાપુર બ્રાંચમાં તે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી હતી અને છેલ્લા 15 દિવસ પહેલાં નોકરી છોડી હતી.
પોલીસના કહેવા પ્રમાણે, સાગર અને પિંકી અને તેમના માતાપિતાએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. માતા કમલાબેને વોટસએપ પર લેટસ હોપ ફોર બેસ્ટ લક, કલ સૂરજ તુમ દોનોં કી નયી સુબહ લાયે, ટેન્શન ફ્રી વાલી તેવો મેસેજ કહી શુભેચ્છા પાઠવી હતી.
સાગરના પિતા સતરામભાઈ ભાગચંદાની દરિયાપુર દરવાજા પાસે વાહન લે-વેચનો ધંધો કરે છે. પિંકી સાગરની સ્ટેપ સિસ્ટર છે, તે સાગરના પિતાની પ્રથમ પત્નિની પુત્રી છે. પિંકીના લગ્ન મુંબઈમાં 2014માં થયા હતા, પરંતુ છૂટાછેડા થતા તે માતા-પિતાના ઘરે જ રહેતી હતી.