સાડા ચાર કરોડનું સોનુ લૂંટનારી પિંકીનાં 15 દિવસ પછી હતાં લગ્ન, સાગર જીએલએસનો વિદ્યાર્થી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિંકી અને સાગર ઓરમાન ભાઈ-બહેન છે. સાગરના પિતા સતરામ ભાગચંદાનીએ બે લગ્ન કર્યાં છે. પિંકી તેમની પહેલી પત્નિથી થયેલી દીકરી છે જ્યારે સાગર બીજી પત્ની કોમલથી થયેલો દીકરો છે. પિંકી બીકોમ થયેલી છે અને એચડીએફસી બેંકમાં મોકરી કરતી હતી. બે અઠવાડિયાં પહેલાં જ તેણે નોકરી છોડી હતી.
પિંકીનો ભાઈ સાગર જીએલએસ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સાગરને કાફે કવાલી નામના હુક્કાબારમાં 4.50 લાખનું દેવું થઈ જતાં 10 ટકા વ્યાજે રૂ. 15 લાખ લીધા હતા. સટ્ટામાં તે 11 લાખ હારી જતાં કુલ 15 લાખનું દેવુ થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
પિંકી અને સાગર સોના ઉપરાત સિક્યુરિટી ગાર્ડ સતીષ ચૌહાણનાં ખિસ્સામાંથી રોકડા રૂપિયા 17 હજાર અને 1 હજાર રૂપિયાનો મોબાઇલ પણ લૂંટી ગયા હતા. સ્ટ્રોગ રૂમમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં આખી લૂંટની ઘટના કેદ થઈ ગઈ હતી. શનિવારે વહેલી સવારે પોલીસે તપાસ શરૂ કરીને મોડીરાત્રે આરોપીઓને ઝડપી લીધા હતા.
પિંકીનાં પહેલાં લગ્ન મુંબઈ થયાં હતાં, પણ પતિ સાથે છૂટાછેડા લઈને પિયરમાં રહેતી હતી. તેણે અગાઉ નવરંગપુરા ખાતે સ્ટાન્ડર્ડ ચાર્ડડ બેંકમાં આઠ મહિના નોકરી કરી હતી. પછી આઈડીબીઆઈ બેંક વસ્ત્રાપુર ખાતે બે મહિના નોકરી કરી છે. એચડીએફસીની વસ્ત્રાપુર બ્રાંચમાં તે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી હતી.
અમદાવાદ: મીઠાળખીમાં એસઆઈએસ કેશ સર્વિસ સિક્યોરિટી કંપનીની ઓફિસમાંથી 14 કિલો સોનાની લૂંટ કરનારી પિંકી ભાગચંદાનીનાં પંદર દિવસ પછી એટલે કે 12 ડીસેમ્બરે તો લગ્ન હતાં. આ તેનાં બીજાં લગ્ન હોત પણ લગ્ન પહેલાં તેને કુમતિ સૂઝી ને ભાઈ સાગર સાથે મળીને લૂંટ ચલાવી તેમાં બીજા સાસરે પહોંચી ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -