અમદાવાદઃ આપ કો દેખા તો કુછ કુછ હો ગયા.......યુવતીએ બિઝનેસમેનને મોડી રાત્રે વોટ્સએપ પર મેસેજ કર્યો ને........
યુવતીના સતત મેસેજ આવતાં વિજયભાઈએ 21 ઓક્ટોબરે મેસેજ કરીને કહ્યું હતું કે, તમે કોણ છો અને મારો નંબર તમને કેવી રીતે મળ્યો? તમે નહીં જણાવો તો હું પોલીસમાં રિપોર્ટ કરીશ. આમ, મેસેજ કરતાં યુવતીએ સામેથી મેસજ કર્યો હતો કે, તમારે રિપોર્ટ કરો મોસ્ટ વેલ્કમ ટુ ડુ સો. જેથી વિજય નારંગે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી જે નંબર પરથી મેસેજ આવતા તેની તપાસ શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીએ રાતે 3.07 વાગ્યા સુધી સતત મેસેજ કર્યા હતા. આ પછી પણ તે અટકી નહોતી અને બીજા દિવસે પણ મેસેજ કર્યા હતા. તેમજ વેપારી અપરણીત છે, તેવો દાવો કર્યો હતો. તેમજ તેને જણાવ્યું હતું કે, તમે સિંગલ છો એટલે જ આટલી રાત સુધી જાગો છો. તેણે પોતાની વધુ ઓળખ આપતાં લખ્યું હતું કે, તે 29 વર્ષની છે અને છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.
આ અંગેની વિગતો એવી છે કે, વસ્ત્રાપુર સેટેલાઈટ સેન્ટરમાં રહેતા વિજય નારંગને 19 ઓકટોબરે મોડી રાતે એક યુવતીનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં વેપારીને ખબર-અંતર પૂછ્યા હતા અને પોતાનું નામ પ્રિત હોવાનું અને તે લુધિયાણાની છે, તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે વેપારીને ગર્લફ્રેન્ડ છે કે નહીં, તેમજ મેરિડ છે કે અનમેરિડ તેવું પૂછ્યું હતું. એટલું જ નહીં, તે ફ્રેન્ડશીપ કરવા માગે છે, તેમ પણ કહ્યું હતું.
અમદાવાદ: શહેરના પોસ એરિયામાં રહેતા બિઝનેસમેન પાછળ યુવતી પડી હોવાની ઘટના સામે આવી છે. સતત ત્રણ દિવસ સુધી વોટ્સએપ પર ફ્રેન્ડશિપ માટેના મેસેજથી કંટાળીને વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીની ફરિયાદને આધારે પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -