HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો, જાણો ક્યાં સુધી લગાવી શકાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Aug 2018 07:26 PM (IST)
1
રાજ્યમાં ઘણા વાહનો છે જેમાં HSRP નંબર પ્લેટ નથી લાગેલી. નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં 2.39 કરોડ કરતા પણ વધુ વાહનો નોંધાયા છે ત્યારે HSRP નંબર લગાવવા માટે સરકારે 700થી વધુ એજન્સીઓને આ કામ સોંપ્યું છે.
2
વાહન વ્યવહાર કમિશનર દ્વારા HSRP નંબર પ્લેટ ફીટ કરાવવા માટે વાહન ડીલરો પાસે પણ આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આરટીઓ કચેરી ઉપરાંત નજીકના કોઇપણ વાહન ડીલરને ત્યાં રાજ્ય સરકારે અધિકૃત કરેલ સર્વિસચાર્જથી અધિકૃત HSRP નંબર પ્લેટ ફીટ કરાવી શકાય છે.
3
અમદાવાદ: અમદાવાદમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ઓગસ્ટ સુધીની જ HSRP નંબર પ્લેટ લગાવવાની મર્યાદા હતી. પરંતુ હવે એ જ હાઈસિક્યોરીટી નંબર પ્લેટ 31 ડિસેમ્બર સુધી લગાવવાની મર્યાદા વધારવામાં આવી છે.