✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાગરને ધંધાના આટાપાટા શીખવનારો ‘કોલ સેન્ટર કિંગ ’કાનાણી ઝડપાયો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Oct 2016 12:14 PM (IST)
1

2

જોકે અલગ અલગ કોલ સેન્ટર છતાં કાનાણી અને સાગરે આ વર્ષના માર્ચ મહિનામાં એકસાથે કામ કરવાની શરૂઆત કરી હતી. થાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે, કાનાણી અમેરિકનોને લોન આપવાની લાલચ આપીને છેતરવા મામલે બદનામ છે.

3

અમદાવાદઃ અબજો રૂપિયાના કોલ સેન્ટર કૌભાંડનો સૂત્રધાર સાગર ઠક્કર અને તેની બહેન રીમા ઠક્કર ફરાર છે ત્યારે સાગરને કોલ સેન્ટરના ધંધામાં લાવનારો જગદીશ કાનાણી પોલીસને હાથે ઝડપાઈ ગયો છે. કાનાણીને રવિવારે થાણે પોલીસે ઝડપી લીધો હતો. 35 વર્ષના કાનાણીની ધરપકડ બોરીવલીમાંથી કરાઈ હતી.

4

કાનાણીએ 2010માં અમદાવાદમાં બોગસ કોલ સેન્ટર ઉભું કર્યું હતું. કાનાણી અમેરિકનોને લોન આપવાના બહાને ઠગતો હતો. સાગર પહેલી વાર કાનાણીને ત્યાં નોકરીએ રહ્યો હતો અને કાનાણીએ તેને બોગસ કોલ સેન્ટરની ટેકનોલોજી વિશે તથા અમેરિકામાં રહેતા ગ્રાહકોને ફસાવવા શું કરવું તેની સમજ આપી હતી. જોકે બાદમાં ત્રણ વર્ષ અગાઉ કાનાણી સાથે પૈસા મામલે વિવાદ થતાં મિરા રોડ પર સાગરે પોતાનું કોલ સેન્ટર શરૂ કર્યું હતું.

5

કાનાણી કોલ સેન્ટર મારફતે અમેરિકનોનો સંપર્ક કરતો હતો અને પેડે લોન્સ નામે શોર્ટ ટર્મ લોનની ઓફર કરતી હતી. બાદમાં પીડિતાઓ પાસેથી તેમના મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર, એડ્રેસ, જન્મતારીખ, પર્સનલ ઇન્ફોમેશન, સહિતની અનેક માહિતી લેવામાં આવતી હતી. કેટલાક કેસોમાં આ માહિતીનો ઉપયોગ પીડિત લોકોને બ્લેકમેઇલિંગ કરવા માટે કરવામાં આવતો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • સાગરને ધંધાના આટાપાટા શીખવનારો ‘કોલ સેન્ટર કિંગ ’કાનાણી ઝડપાયો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.