સેક્સ સંબંધોની અનોખી સ્ટોરીઃ બે સગી બહેનો પહોંચી કોર્ટમાં, જાણો શું છે કારણ
બંન્ને બહેનો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઇ હતી તો પોલીસે તેમાં કોઇ કાયદાનો ભંગ થતો નથી તેમ કહી કાર્યવાહી કરવામાં અસમર્થતા દર્શાવી હતી. જોકે, બાદમાં બંન્ને બહેનોએ કોર્ટમાં કેસ કર્યો હતો. તેમનો આરોપ છે કે તેમના પતિઓએ તેમના ગે સંબંધોને કારણે તેમને નજરઅંદાજ કરી છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 19 નવેમ્બરના રોજ નક્કી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ શહેરમાં પત્નીઓને છોડી ગે સાઢુઓ એક સાથે રહેવા લાગ્યા હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ સમક્ષ આવેલા આ ચોંકાવનારા કિસ્સામાં બે પુરુષોએ એક સાથે રહેવા માટે પોતાની પત્નીઓને છોડી દીધી હતી. બંન્ને પુરુષો સાઢુ છે અને તેમણે બે સગી બહેનો સાથે લગ્ન કર્યા હતા. બે સાઢુભાઇ પત્નીઓને તરછોડી પરસ્પરના પ્રેમમાં ગળાડૂબ બની ગયા છે. સાથે રહેવા માટે બંન્નેએ પત્નીઓને છોડીને એક સાથે રહેવા લાગ્યા હતા. ત્યારબાદ મહિલાઓએ કોર્ટનું શરણ લીધુ હતું અને ન્યાયની માંગણી કરી રહી છે.
એક અહેવાલ અનુસાર, 2010માં મોટી બહેનના લગ્ન એક સ્થાનિક વેપારીના પુત્ર સાથે થયા હતા. તેમને સુખી લગ્નજીવનમાં એક બાળકનો જન્મ થયો હતો. 2013માં નાની બહેનના પણ લગ્ન થઇ ગયા. મોટી બહેનના ગે પતિએ નાની બહેનના સીધાસાદા પતિને પટાવી તેને પણ ગે બનાવી લીધો હતો. આ બહેનોએ કોર્ટમાં એકબીજાના ગે પતિ સામે ઘરેલું હિંસાનો કેસ માંડી ભરણપોષણનો હક માંગ્યો છે. બંન્ને ગે સાઢુએ દોઢ વર્ષ અગાઉ પોતાની પત્નીને છોડી એક સાથે રહેવા લાગ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -