અમદાવાદ: રાત્રે ડ્રાઈવરને કાર પાર્ક કરીને મોબાઈલ પર વાત કરવી મોંઘી પડી, જાણો પછી શું થયું?
આ ઘટના ગુરુવારના રોજ રાતે 8 થી 8:30ની વચ્ચે બનવા પામી છે. એક વ્યક્તિ પાર્ક કરેલી ગાડી લૂંટીને ભાગ્યો હતો, જેમાં તેને 3 રાહદારીને અડફેટે લીધા હતા. જોકે સદનસીબે કોઈને ગંભીર ઈજા થવા પામી નથી. ગાડી લૂંટી જનારા વ્યક્તિએ દારૂ પીધો છે કે કેમ તે અંગે સિવિલમાં ડોક્ટરો તપાસ કરી રહ્યાં છે.
ગાડી ડિવાઈડર કૂદીને સામે છેડેના રોડ તરફ પહોચી જતા રોંગ સાઈડ પર દારૂડિયો ગાડી હંકારવા લાગ્યો હતો. જેમાં સામેથી આવી રહેલા ત્રણ રાહદારીઓ અડફેટે ચઢ્યાં હતાં. વેપારી રાજેશ મહેશ્વરીએ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.
ગાડીનો દરવાજો ખુલ્લો હતો, ચાવી પણ ગાડીમાં લાગેલી હતી. ડ્રાઈવર ફોન પર વાત કરી રહ્યો હતો, તે દરમિયાન દારૂ પીધેલા વ્યક્તિએ ડ્રાઈવરને ધક્કો મારી પાડી દઈ ગાડી લૂંટી ભાગવા લાગ્યો હતો. ડ્રાઈવરે બૂમાબૂમ કરતા લોકોએ કારનો પીછો કરતા દારૂડિયાએ કારનો કાબૂ ગુમાવ્યો હતો.
શાહીબાગ પોલીસના જણાવ્યા અનુસાર, શાહીબાગ અંડર પાસ પાસે શાહી કુટીર આવેલી છે. જેમાં રાજેશ મહેશ્વરી નામના કેટરિંગ વેપારી એક મિટિંગ માટે પહોચ્યાં હતાં. તેમનો ડ્રાઈવર એન્ડેવર ગાડી બહાર રોડ પર પાર્ક કરીને ઊભો હતો.
ડ્રાઈવર કાંઈ સમજે તે પહેલા જ આ વ્યક્તિ ગાડી લઈને ભાગી ગયો હતો. ગાડી પાછળ ડ્રાઈવર બૂમો પાડીને ભાગતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રોડ પર જતા રાહદારીઓએ આ વ્યક્તિને પકડી લીધો હતો.
અમદાવાદ: શાહીબાગ અંડર પાસ પાસે રાતના સમયે વેપારીની ગાડી લૂંટીને ભાગેલા એક દારૂડિયાએ 3 લોકોને અડફેટે લીધા હતા. ઘટના ત્યારે બની જ્યારે ડ્રાઈવર ગાડીને પાર્ક કરીને ઊભો હતો, તેવામાં એક વ્યક્તિએ તેને ધક્કો મારી પાડી દીધો હતો.