જાણીતી સિંગર કિંજલ દવેનો ન્યુ Look, આવી તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિંજલ નાનપણમાં જ ગાયન ક્ષેત્રે આગળ વધી ગઇ હતી. પિતા સાથે બાઇક પર બેસી દુર-દુરના ગામોમાં કાર્યક્રમો આપવા જતી હતી. તેમના પપ્પાના મિત્ર મનુભાઇ રબારી કે જે ઉત્તર ગુજરાતના ખુબ સારા ગીત લેખક છે અને તેમણે સારા-સારા નામી કલાકારો માટે ગીતો લખ્યા છે.
પહેલા તેમની હાલત ખુબ ખરાબ હતી. પિતા લાલજીભાઇ હીરા ઘસવાનું કામ કરતાં હતાં અને સાથો-સાથો તેમનો સંગીતનો, ગાવાનો શોખ પણ પુરો કરતાં હતાં. પહેલા માત્ર ઘર ચલાવવા ગાતા હતાં. પણ સંઘર્ષ કરતાં-કરતાં નામના કયારે મળી ગઇ તેની ખબર જ ન પડી. એક સમય એવો આવ્યો હતો કે હીરાઘસુઓ બેકાર થઇ ગયા હતાં.
માત્ર અઢાર વર્ષની ઉંમરે જ જેના 100 જેટલા ગુજરાતી ગીતોના આલ્બમ રિલીઝ થઇ ગયા છે અને ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી…’ ગીતને કારણે જે ઘર-ઘરમાં અબાળ-વૃદ્ધ સૌ ગુજરાતીઓમાં જાણીતી બની ગઇ છે તે કિંજલ દવેએ સફળતા મેળવવા માટે ખુબ સંઘર્ષ કર્યો છે.
કિંજલનાં પિતા પહેલેથી સંગીત સાથે સંકળાયેલા હતાં. કિંજલ સમજણી થઇ ત્યારે પિતાને ભજનોના કાર્યક્રમો કરતાં, શેરીમાં યોજાતી ગરબીઓમાં ગાવા જતાં જોતી હતી. તેમને જોઇને જ તેને સંગીત પ્રત્યે રસ જાગ્યો અને આ ક્ષેત્રમાં આગળ વધી. પિતા લાલજીભાઇ એક સમયે હીરા ઘસવાનું કામ કરતાં હતાં. પહેલેથી જ તેઓ મિત્ર મનુભાઇ રબારી સાથે મળીને ગીતો પણ લખતા હતાં.

અમદાવાદ: કિંજલ દવેને ચાર-ચાર બંગડીવાળા ગીતને કારણે ભલે દેશ-વિદેશમાં નામના મળી હોય, પણ તેના ૧૦૦ જેટલા ગુજરાતી આલ્બમ બહાર પડી ચુકયા છે અને તેમાંના અનેક આલ્બમ હિટ પણ થયા છે. કિંજલ એક નવા લૂકમાં જોવા મળી રહી છે. કિંજલની કારકિર્દીના ઘડતરમાં અને સફળતાની ટોચ સુધી પહોંચાડવામાં કોઇનો ફાળો હોય તો તે એમના પિતા લાલજીભાઇ દવે અને તેમના ખાસ મિત્ર મનુભાઇ રબારીનો છે. મનુભાઇ પોતે ગુજરાતી ગીતોના લેખનમાં મોટું નામ ધરાવે છે અને ચારેક હજાર ગીતો તેણે આલ્બમ માટે તેમજ આઠેક ફિલ્મો માટે લખ્યા છે. ‘ચાર-ચાર બંગડીવાળું’ ગીત પણ તેમણે જ લખ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -