અમદાવાદઃ ‘મારાં સાસુ મને ટોચના અધિકારી શુકલા સાથે સેક્સ માણવાનું કહેતાં કે જેથી તેમનું કામ કઢાવી શકાય’
મહિલાએ અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ તેની ત્રીજી ફરિયાદ છે. આ ઘટના બાદ મહિલાનો પતિ ઘર બંધ કરીને ફરાર થઈ ગયો છે.પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કડક પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી..
ફરિયાદમાં પૂનમ બેને કહ્યું હતું કે તેને અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ ઘટના બાદ તુષાર ફરાર થઇ ગયો છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેની સાસુ એક શુકલા નામના વ્યક્તિ સાથે જવાનું દબાણ કરી રહ્યા હતા. આ શુકલા ગાંધીનગરમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. પોતાનું કામ કઢાવવા માટે દબાણ કરતા હતા.. જેનો વિરોધ કરતા તેને મારવામાં આવી રહી છે.
વીડિયોમાં દેખાય છે કે તુષાર પૂનમના વાળ ખેંચીને તેને ઢસેડી માર મારે છે. આ મારપીટમાં પૂનમની સાસુ પણ જોડાય છે અને તે પણ પૂનમને મારે છે. જો કે હાલ પૂનમબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ઘટનાને ગંભીરતાને જોતા આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી જાણકારી અનુસાર, મેઘાણીનગરમાં બગલા એરિયામાં રહેતી પીડ સાથે તેના પતિ તુષાર અને સાસુએ મારપીટ કરી હતી. આ મારપીટ ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ફૂટેજમાં જોઇ શકાય છે કે ચાર વર્ષના પુત્ર માતાને બચાવવા માટે પિતા આગળ કરગરી રહ્યો હોય છે પરંતુ શેતાન બનેલો તુષાર પૂનમને માર મારવાનું બંધ કરતો નથી.
અમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગરમાં પતિ-પત્ની વચ્ચે મારામારી થઇ હોવાના દશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ઘર કંકાસને કારણે પતિએ પત્ની સાથે મારામારી કરી હતી. સાસુએ પણ પોતાની પુત્રવધૂ સાથે મારપીટ કરી હતી. આ મામલે પત્નીએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.