ગુજરાતમાં આજથી બે દિવસ હિટવેવ, અમદાવાદમાં સૌથી વધુ ગરમી કઈ જગ્યા પડે છે, જાણો વિગત
ગુરુવારે ગુજરાતના કંડલા એરપોર્ટ પર 45.2, અમરેલીમાં 44.7, અમદાવાદમાં 44.3, સુરેન્દ્રનગરમાં 44.3, રાજકોટમાં 44, ઈડરમાં 43.6, વલ્લભવિદ્યાનગરમાં 43.5, ગાંધીનગરમાં 43 અને વડોદરામાં 43 ડિગ્રી નોંધાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના રાણીપ, કેન્ટોમેન્ટ, મેમનગર, વસ્ત્રાપુર, વેજલપુર, મમદુપુરા, રામોલ, સિંગરવા, લક્ષ્મીપુરા, વિંઝોલ વિસ્તારમાં ખાનગી હવામાન વેબસાઈટના દાવા પ્રમાણે 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જેના મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.
ભેજનું પ્રમાણ સવારે 8:30 કલાકે 65 ટકા જેટલું નોંધાયું હતું. પરંતુ સાંજે 5:30 વાગ્યે માત્ર 27 ટકા નોંધાયું હતું. સવારનો ભેજ બપોર સુધીમાં બાષ્પીભવન થવાના કારણે પવન બિલ્કુલ સુક્કા બની જાય છે. પરિણામે ગરમીનું પ્રમાણ હોય તેના કરતાં પણ વધુ અનુભવાઈ રહ્યું છે.
ઉનાળો એટલો આકરો છે કે સવારે 11 વાગ્યા સુધીમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને આંબી જાય છે. એક વાગતા સુધીમાં 40 ડિગ્રીની આસપાસ હોય છે. હવામાન ખાતાના નોંધ્યા પ્રમાણે શહેરમાં ગુરુવારે 44.3 ડિગ્રી નોંધાઈ હતી. પરંતુ વાસ્તમાં લોકોએ તેના કરતાં પણ વધુ ગરમીનો અનુભવ કર્યો હતો. બપોરે માર્ગો સુમસામ બન્યા હતા. વાહનોની ગતિ ધીમી બની ગઈ હતી. ગરમીના કારણે પેટમાં દુઃખાવા, માથામાં દુઃખાવા, ઉલટી, ઉબકા, મૂર્ચ્છા આવવાના બનાવમાં વધારો થયો હતો.
અમદાવાદ: અધિક જેઠ માસમાં ગુજરાતમાં લાંબો હિટવેવ ચાલુ છે તેમાં આજનો દિવસ અસહ્ય ગરમ રહ્યો હતો. ગુજરાતમાં સૌથી ઉંચું તાપમાન કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગુરુવારે અમદાવાદમાં 44.3 ડિગ્રી નોંધાતા ઓરેન્જ એલર્ટના લાગુ કરી દેવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ રહેવાની ચેતવણી હવામાન ખાતાએ આપી છે.
ખાનગી હવામાન વેબસાઈટના દાવા પ્રમાણે આજે અમદાવાદમાં અલ્ટ્રાવાયોલેટ ઈન્ડેક્સ 9 જેટલો ઉંચો રહ્યો હતો. તેના કારણે લોકોએ રીતસર ચામડી દાઝી ગયાનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતના 13 શહેરોમાં આજે 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં ગરમીથી એકનું મોત થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -