અમિત શાહને લખેલા પત્રમાં ચિરાગ પટેલે ‘ભાજપને આ મુદ્દે ગૌરવ છે’ તેમ કહી કર્યા સવાલો
અમદાવાદઃ પાટીદાર આંદોલનકારી અને રાજદ્રોહના કેસમાં જેલમાં જઇ આવેલા ચિરાગ પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ભાજપને કઇ બાબતનું ગૌરવ છે તેવા 18 મુદ્દાઓ સાથેનો એક સ્મૃતિ પત્ર લખીને ગુજરાતમાં ભાજપ સરકાર અનેક મુદ્દે નિષ્ફળ છે અને પક્ષ સામે પણ સવાલો ઉઠેલા છે તેનો જવાબ મળતો નથી ત્યારે ભાજપને એવું કયું ગૌરવ છે કે જેને લઇને ગુજરાતમાં ગૌરવ યાત્રા શરૂ કરાઇ છે તેવો સવાલ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત ચિરાગ પટેલે ગૌચરની જમીનો કંપનીઓને મફતમાં દાન આપવી, પાટીદાર સમાજની આડમાં ગુજરાતમાં તોફાનો, હિન્દુત્વના નામે પ્રજા સાથે છેતરપિંડી, આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા, દેશની જનતા પર નોટબંધી બાદ જીએસટી દ્વારા અત્યાચાર બાબતે આપ ગૌરવ અનુભવો છો તે પ્રશ્નો કર્યા છે.
તેમણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી શક્યા નથી. હરિન પાઠક, ભાવનાબેન ચિખલિયા, વલ્લભ કથીરિયા, કેશુભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ રાણા, કાશીરામ રાણા, સુરેશ મહેતા તથા સંજય જોષીનું અસ્તિત્વ ખત્મ કરવા બાબતનો ઉલ્લેખ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -