સંતરામપુરઃ છોકરીને યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, બંને ભાગ્યાં, છોકરી બની કુંવારી માતા, મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં પછી શું થયું?
આ કેસ પંચમહાલ જિલ્લાના સંતરામપુરનો છે. અહીં રહેતી 15 વર્ષીય સગીરાને એક યુવક સાથે સંબંધો બંધાયા હતા ને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા ને બંને ખાનગીમાં મળીને સેક્સ માણતાં હતાં. દરમિયાનમાં છોકરીનાં માતા-પિતા તેને અન્ય સાથે લગ્ન કરવા માટે દબાણ કરતા હતા જેથી તે પ્રેમી સાથે ભાગી ગઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે જ ગુજરાત હાઈકોર્ટે એવો પણ ખુલાસો કર્યો છે કે, કેસની વિચિત્ર હકિકતોને જોતાં સગીરાના ભાવિને ધ્યાનમાં લઈને કોર્ટે આવો આદેશ કર્યો છે પણ ભવિષ્યમાં આ ચુકાદાને આધારભૂત ન ગણવો.
કોર્ટે સગીરાના બોયફ્રેન્ડના માતા-પિતાને બોલાવ્યા. તેમણે બાંહેધરી આપી કે તેઓ સગીરા અને તેના બાળકનું પૂરતું ધ્યાન રાખશે. તેમણે કોર્ટને બાંહેધરી આપી કે જયારે સગીરા 18 વર્ષની થશે ત્યારે તેઓ પોતાના પુત્ર સાથે તેના લગ્ન પણ કરાવડાવી દેશે અને એ રીતે પોતાના પરિવારની પુત્રવધૂ તરીકે અપનાવી લેશે.
જો કે હાઈકોર્ટના હુકમ દ્વારા તેને ફરીવાર પ્રોટેકિટવ કસ્ટડીમાં મોકલી દેવાઈ હતી પણ પિતાની બાંહેધરી પછી તેને તેના ઘરે મોકલાઈ. છોકરી માતાપિતા પાસે પાછી ફરી ત્યારે તેની પર અન્ય વ્યકિત સાથે લગ્ન કરી લેવા દબાણ શરૂ થયું. માતા-પિતાના વકીલે તેના બોયફ્રેન્ડને રેપના કેસમાં સજા કરાવવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ બધાથી ડરી ગયેલી છોકરી થોડા સમય પછી ફરીવાર તેના બોયફ્રેન્ડ સાથે નાસી છૂટી. આ વખતે તેના પિતાએ હાઈકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ રિટ પિટીશન દાખલ કરી હતી. પોલીસે છોકરીની તલાશ માટે સઘન સર્ચ ઓપરેશન શરુ કર્યુ અને ગયા પાછલા અઠવાડિયે પોલીસે તેને તેના એક માસના બાળક સાથે કોર્ટ સમક્ષ હાજર કરી હતી.
છોકરીને તેના માતા-પિતા સાથે જવા સમજાવાઈ ત્યારે તેણે ઘસીને ના પાડી દીધી હતી. તેણે વુમન શેલ્ટર હોમમાં જવાની પણ ના પાડી દીધી હતી. તેણે કોર્ટને જણાવ્યું કે બાળક સાથે તે શેલ્ટર હોમમાં રહે તે શકય નથી અને તે પોતાના બોયફ્રેન્ડ સાથે જ રહેવા માગે છે. છેવટે હાઈકોર્ટે છોકરીની જીદ માનીને વ્યવહારૂ માર્ગ અપનાવ્યો.
છોકરીનાં માતા-પિતાની ફરિયાદના આધારે છોકરા પર સગીર છોકરીના અપહરણનો કેસ કર્યો અને બન્નેને પાછા લાવવામાં સફળતા મેળવી. છોકરીને મહિલાઓ માટેના શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવી હતી. છોકરીના પિતાએ સ્પેશિયલ POCSO કોર્ટના ઓર્ડર મારફતે છોકરીની કસ્ટડી શેલ્ટર હોમમાંથી લઈ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -