બિટકોઇન કેસમાં નવી ફરિયાદ કોની સામે નોંધાઇ? જાણીને લાગશે આંચકો
શૈલેષ ભટ્ટ સામે બળજબરીથી બિટકોઈન પડાવવા, અપહરણ અને મારામારીના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. પિયુષ સાવલિયાની પૂછપરછમાં આ ખુલાસો થતાં સીઆઈડી ક્રાઈમે શૈલેષ ભટ્ટ અને તેના સાગરિતો સામે ફરિયાદ નોંધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરિયાદ નોંધાતા શૈલેષ ભટ્ટ ફરાર થઈ ગયો છે. જ્યારે તેના ભાણીયા નિકુંજ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટ નીકળ્યું છે. જોકે, હજુ સુધી પકડાયા નથી.
અમદાવાદઃ ચકચારી બિટકોઈન કેસમાં નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી આ કેસમાં પીડિત મનાતા શૈલેષ ભટ્ટ પર ગાળ્યો કસાયો છે અને હવે સીઆઇડી ક્રાઇમે તેની જ સામે ફરિયાદ દાખલ કરી છે. રૂપિયા 113 કરોડના બિટકોઇન પડાવવાના મામલે શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -