વિકાસગૃહના ક્લાર્કે મૂકબધિર યુવતીને કઇ રીતે બનાવી હવસનો શિકાર, ક્યાં સંતોષી હવસ જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ પૂછપરછમાં અમૃતે જણાવ્યુંકે વિકાસગૃહમાં તે ઉંમરલાયક હોવાથી તેના પર કોઇ શંકા કરતું નહોતું. પોલીસના કહેવા પ્રમાણે, મૂકબધિર યુવતી અમૃત પટેલને નિર્દોષ સ્માઇલ આપતી હતી જેનો ગેરલાભ લઇને અમૃત પટેલે એકાંતમાં તેના પર રેપ ગુજાર્યો હતો. આ કેસની વધુ તપાસ માટે કોર્ટે અમૃત પટેલને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પીડિત મુકબધિર મહિલાએ ઇશારાઓથી પોલીસને જણાવ્યું હતું મેં આરોપી અમૃતને ધક્કો પણ માર્યો હતો. પણ હું મૂંગી હોવાથી કોઇને મદદ માટે બૂમ પાડી શકી નહોતી. મારા પર રેપ બાદ મેં અનેક વાર લોકોને જણાવવાનો પ્રયાસ કર્યો હતો પણ મારી સાથે રહેનારા લોકો સમજી શક્યા નહોતા.
અમૃતે બીજી કોઇ તરુણી કે વિકાસ ગૃહની અન્ય યુવતીને પોતાના હવસનો શિકાર બનાવી નથી ને તેની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં અમૃત પટેલે નફ્ફટાઇપૂર્વક કહ્યુ હતું કે, પીડિત યુવતી તેને જોઇને સ્માઇલ આપતી હતી. એટલું જ નહીં અમૃતે કહ્યુ કે, તેણે રેપ બાદ કાંઇ ના થાય તેની કાળજી લીધી હતી.
અમદાવાદઃ પાલડીના વિકાસગૃહમાં 32 વર્ષની મૂકબધિર યુવતી પર બળાત્કાર ગુજારનારા આરોપી અમૃત પટેલનો પુરુષત્વ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પૂછપરછમાં આરોપી અમૃત પટેલને સ્વિકાર્યું હતું કે તેણે એકાંતનો લાભ લઇ મૂકબધિર યુવતીની અનેક વખત છેડતી કરી હતી અને બાદમાં બંધ પડેલા પ્રેસ બિલ્ડિંગમાં બે વખત પોતાની હવસ સંતોષી હતી. જેને પગલે પીડિતાને ચાર માસનો ગર્ભ રહી જતાં આ સમગ્ર ઘટના બહાર આવી હતી. અમૃત પટેલ વિકાસગૃહમાં આવેલી કન્યાશાળામાં ક્લાર્કની નોકરી કરતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -