મુખ્યમંત્રી અને વિરોધપક્ષના નેતા બંને સૌરાષ્ટ્રના હોય એવો યોગ 23 વર્ષ પછી સર્જાયો, જાણો રસપ્રદ વિગત
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતાપદે યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીની નિમણૂક કરાઈ છે. ગુજરાત કોંગ્રેસના રાજ્ય પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે રાત્રે 7 વાગ્યે દિલ્હીમાં ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી કરાઈ હોવાની જાહેરાત કરી હતી.
એ વખતે મુખ્યમંત્રી મહેતા ભાવનગરના મહુવાના હતા અને ગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતા કેશુભાઈ પટેલ રાજકોટના ટંકારામાંથી જીત્યા હતા. આમ બંને સૌરાષ્ટ્રના હતા. હવે મુખ્યમંત્રી અનેગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતા બંને સૌરાષ્ટ્રના હોય એવો યોગ 23 વર્ષ પછી સર્જાયો છે.
છેલ્લે 1994માં આવો યોગ સર્જાયો હતો અને 1995માં ભાજપની સરકાર રચાઈ ત્યાં સુધી મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા બંને સૌરાષ્ટ્રના હતા. 1994માં ચીમનભાઈ પટેલના નિધન પછી છબિલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા ત્યારે કેશુભાઈ પટેલ વિધાનસભામાં વિપક્ષના નેતા હોવાથી એવો યોગ સર્જાયેલો.
હાલમાં મુખ્યમંત્રીપદે વિજય રૂપાણી છે કે જે રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટાયા છે જ્યારે ધાનાણી અમરેલી બેઠક પરથી ચૂંટાયા છે. ગુજરાતના રાજકારણમાં મુખ્યમંત્રી અને ગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતા બંને સૌરાષ્ટ્રના હોય એવો યોગ બહુ લાંબા સમય બાદ એટલે કે 23 વર્ષ પછી સર્જાયો છે.
વિરોધપક્ષના નેતાપદે યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીની નિમણૂક કરાઈ એ સાથે હવે ગુજરાતના રાજકારણમાં અનોખો યોગ સર્જાયો છે. બહુ લાંબા સમય પછી રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતા બંને સૌરાષ્ટ્રના હોય એવો યોગ સર્જાયો છે.