વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસના કયા નેતાનું નામ નક્કી, દિલ્હી હાઈકમાન્ડને મળવા પહોંચ્યા, જાણો વિગતે
જોકે વિરોધ પક્ષ તરીકે કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને મોહનસિંહ રાઠવા પણ મેદાનમાં ઉતરી આવતાં પક્ષના રાષ્ટ્રીય નિરીક્ષકોએ તેમને ઠપકો આપી વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો તે બાબતે પણ એટલી જ વાસ્તવિક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધી જ કોંગ્રેસ પક્ષના નેતા (વિરોધ પક્ષના નેતા) નું નામ નક્કી કરશે. ગુજરાત કોંગ્રેસમાં આજે પણ વિરોધ પક્ષના નેતાના મને લઈને ભારે સસ્પેન્સ વચ્ચે કશ્મકશ જોવા મળી રહી છે. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ના થાય તો યુવા નેતા અને રાહુલ ગાંધીના નજીકના મનાતા પરેશ ધાનાણીનું નામ કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નક્કી છે.
રાષ્ટ્રીય નિરીક્ષકો જીતેન્દ્રસિંહ અને પ્રભારી અશોક ગેહલોત સહિતના નેતાઓએ ચૂંટાયેલા ધારાસભ્યો અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓની વાત અને રજુઆત સાંભળ્યા હતાં અને હવે તેઓએ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર સૌની નજર છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસમાંથી વિપક્ષ નેતા બનવા માટે કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને અશ્વિન કોટવાલના નામની પણ ચર્ચાઓ ચાલી રહી છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની પસંદગી પ્રક્રિયા બુધવાર અને ગુરુવારના રોજ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (વિરોધ પક્ષના નેતા) તરીકે યોગ્ય ઉમેદવારની પસંદગીને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નિરીક્ષકોએ તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો સાથે યોજેલી મેરેથોન બેઠકો અને તેમના અભિપ્રાયો, ચર્ચા વિચારણા બાદ વિગતવાર અહેવાલ કોંગ્રેસ હાઈકમાન્ડને સુપ્રત કરી દેવામાં આવ્યા છે.
વિપક્ષ નેતાની રેસમાં સૌથી આગળ ગણાતા પરેશ ધાનાણી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે એવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ વિરોધ પક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવશે તેવું ચર્ચાઓ ચાલી રહી છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (વિરોધ પક્ષના નેતા) તરીકે યોગ્ય ઉમેદવારની પસંદગીને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નિરીક્ષકોએ તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો સાથે યોજેલી મેરેથોન બેઠકો અને તેમના અભિપ્રાયો, ચર્ચા વિચારણા બાદ વિગતવાર અહેવાલ કોંગ્રેસ હાઈકમાન્ડને સુપ્રત કરી દેવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -