અમદાવાદઃ રાજવી શેફાયર બંગલોમાં મોડી રાતે ઘૂસી ગયું 40 લોકોનું ટોળું, લૂંટની ફરિયાદ
જેને પગલે બોપલ પોલીસે ગુનો નોંધી એક આરોપીની અટકાયત કરી છે. બોપલ વિસ્તારમાં આવેલા રાજવી શેફાયર બંગલોમાં અજાણ્યા 40 લોકોનું ટોળું ધસી આવ્યું. મકાનમાં રહેતા હિમ્સભાઇ મોઢને મકાન ખાલી કરાવવાનું કહીને લોકોએ બે આઇ ફોન મોબાઇલ તેમજ લાઇસન્સવાળી રિવોલ્વર સહિતની લૂંટ ચલાવી.
પોલીસે સમગ્ર મામલે એક આરોપી વીરેન્દ્ર સુતરીયાની ધરપકડ કરી છે. જ્યારે આરોપીના વકીલે ફરિયાદી પોતે જ આરોપી હોવાના આક્ષેપ કર્યા અને કહ્યું કે આ ફરિયાદ પાયા વિહોણી છે અને ફરિયાદી હિમ્સભાઇએ વીરેન્દ્ર સુતરિયાને પોતાના બંગલાની લોનની પતાવટ કરવાનું કહીને આ બંગલામા રહેવાનું ચાલુ કરી મકાન પચાવી પાડ્યું અને આ અંગે સમજાવા જતા ખોટી ફરિયાદ કરી હોવાના આક્ષેપ કર્યા હતા.
અમદાવાદઃ બોપલ પોલીસ સ્ટેશનથી એક કિ.મી. દૂર આવેલા રાજવી શેફાયર બંગલોમા મોડી રાત્રે 1 નંબરના બંગલામાં 40 જેટલા શખ્સોએ ઘૂસીને મકાન માલિક સાથે મારામારી કરી લૂંટ ચલાવી હોવાની ફરિયાદ સામે આવી છે. મકાનમા રહેતાં હિમ્સ મોઢ નામના ફરિયાદીને મકાન પચાવી પાડવા બાબતે ધાક ધમકી આપીને માર મારીને મકાન ખાલી કરી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હાલ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.