વિજાપુરમાં પાટીદાર મહિલાઓએ બોલાવ્યો આનંદીબેનનો હુરિયો, કાર્યક્રમ છોડીને ભાગવું પડ્યું
મહિલાઓએ આનંદીબેન પટેલનો હુરિયો બોલાવતા તેમણે કાર્યક્રમ છોડીને જતા રહેવાની ફરજ પડી હતી. મળતી વિગતો અનુસાર, વિજાપુરના તમાકુ માર્કેટયાર્ડમાં 27 ગામ કડવા પાટીદાર સમાજ મહિલા સંમેલન યોજાયું હતું.
સમાજના કુરિવાજો દૂર કરવા અને બિનજરૂરી ખર્ચ પર અંકુશ મૂકવાના ભાગરૂપે આયોજીત આ સામાજિક કાર્યક્રમમાં આનંદીબેન પ્રવચન કરી રહ્યા હતા ત્યારે અચાનક કેટલીક મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને આનંદીબેનનો હુરિયો બોલાવ્યો હતો.
અમદાવાદઃ પાટીદાર આંદોલનને પગલે ભાજપના ધારાસભ્યો પણ પાટીદારોના ગુસ્સાનો ભોગ બનતા હોય તેવા બનાવો તો લગભગ દરરોજ બની રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર મહેસાણામાં પાણીના પાઉચો ફેંકાયા હતા તે ઘટનાની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં રવિવારે વિજાપુરમાં કડવા પાટીદાર મહિલા સંમેલનમાં ભાગ લેવા આવેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું.
મહિલાઓએ આનંદીબેન પટેલનો વિરોધ નોંધાવતા ભાજપના આયોજકોએ પણ મહિલાઓને શાંત રહેવાની અપીલ કરી હતી પરંતુ તેઓ શાંત થયા નહોતા. મહિલાઓના હોબાળાને પગલે આનંદીબેને પોતાનું પ્રવચન ટૂંકાવી દેવું પડ્યુ હતું.
હોબાળાને પગલે આનંદીબેને સમારંભ છોડીને ચાલતી પકડી હતી. આ ઘટનાને પગલે સમજી શકાય છે કે બીજેપી સરકાર વિરુદ્ધ પાટીદારોનો ગુસ્સો હજુ પણ શાંત થયો નથી.