9 લાખ પરીક્ષાર્થીઓને રઝળાવી દેનારા લોકરક્ષક પેપર લીક કૌભાંડના 5 વિલનો કોણ છે? જાણો વિગત
આ ઉપરાંત જયેશ નામના એક વ્યક્તિએ આન્સર શીટ પહોંચાડી હતી પણ તેની કોઈ ભૂમિકા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂપલ શર્મા ગાંધીનગરમાં હોસ્ટેલ સંચાલક છે અને શ્રીરામ હોસ્ટેલ ચલાવે છે.
આ કેસમાં બનાસકાંઠાના એડરણાના મુકેશ ચૌધરીની પણ ધરપકડ કરાઈ છે.
બાયડના અરજણ વાવ ગામના મનહર રણછોડભાઈ પટેલની પણ સંડોવણી બહાર આવી છે. મનહર પટેલનું નામ અગાઉ પણ પેપરલીકમાં આવી ચૂક્યું છે. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મનહર પટેલનો ધરોબો હોવાનું કહેવામાં આવે છે.
બીજા વિલન ગાંધીનગરમાં વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઇ પી વી પટેલ છે.
આ વિલનોમાં મુખ્ય વ્યક્તિ યશપાલ સોલંકી છે. યશપાલ સોલંકી લુણાવાડાનો છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનિટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે.
ગાંધીનગરઃ રવિવારે રાજ્યમાં લોકરક્ષકોની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. 9 લાખ લોકોને રઝળાવી દેનારા આ 5 વિલનો કોણ છે તેમના પર નજર નાંખીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -