‘પાસ’ના ક્યા 10 નેતાને કોંગ્રેસ ટિકિટ આપશે ? કોણ ક્યાંથી લડશે ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિરીટ પટેલને પાટણ બેઠક પરથી ટિકિટ મળવાની શક્યતા છે.
કોંગ્રેસે પણ પાસના 10 નેતાઓને ટિકીટ આપવાનું નક્કી કર્યું છે. આજે મળેલી કોંગ્રેસ કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અલબત્ત અંતિમ નિર્ણય હાર્દિક સહિતના આંદોલનકારી નેતાઓ સાથે ચર્ચા પછી લેવાશે. આ નેતાઓ પૈકી કોને ક્યાંથી ટિકિટ મળે તેની શક્યતા છે તેની વિગતો આ પ્રમાણે છે.
પાસ દ્વારા કોંગ્રેસ પાસે વિધાનસભાની 15 ટિકીટો માંગવામાં આવી હોવાની ચર્ચા છે. આ અંગે કોંગ્રેસ કે પાસ દ્વારા સત્તાવાર રીતે સમર્થન નથી અપાયું પણ પાસના નેતાઓ અંદરખાને આ વાત સ્વીકારે છે. પાસ દ્વારા જેમના માટે ટિકિટ માંગવામાં આવી છે તેમાંથી મોટા ભાગના હાર્દિક પટેલના નજીકના માણસો છે.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ગરમી પકડાઈ ગઈ છે ત્યારે આ ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કોંગ્રેસને સમર્થન આપશે એ સ્પષ્ટ છે. હાર્દિક પટેલે પાટીદારોને કોંગ્રેસને મત આપવા અપીલ કરી છે અને મોટા ભાગના કન્વિનર્સ તેની સાથે સહમત હોવાથી પાસ કોંગ્રેસના ટેકામાં રહેશે તે સ્પષ્ટ છે.
‘પાસ’ના નેતાઓ પૈકી વરૂણ પટેલને નારણપુરામાંથી ટિકીટ મળે તેવી શક્યતા છે.
રેશમા પટેલને સાબરમતી અથવા તો ઠક્કરબાપાનગર બેઠક પરથી ટિકિટ મળવાની શક્યતા છે.
મનોજ પનારાને મોરબી બેઠક પરથી ટિકિટ મળવાની શક્યતા છે.
નચિકેત મુખીને વટવા બેઠક પરથી ટિકિટ મળવાની શક્યતા છે.
લલિત વસોયાને ધોરાજી બેઠક પરથી ટિકિટ મળવાની શક્યતા છે.
અલ્પેશ કથીરીયાને સુરત વરાછા રોડ બેઠક પરથી ટિકિટ મળવાની શક્યતા છે.
દિલીપ સાબવાને બોટાદ બેઠક પરથી ટિકિટ મળવાની શક્યતા છે.
દિનેશ બાંભણિયાને સાબરમતી બેઠક પરથી ટિકિટ મળવાની શક્યતા છે.
નીલેશ એરવડિયાને મોરબી બેઠક પરથી ટિકિટ મળવાની શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -