ગુજરાતમાં કોંગ્રેસે અત્યારથી જ લોકસભાની કઈ 10 બેઠકો ભાજપ જ જીતશે એવું માની લીધું? રાહુલ પણ પડી ગયા આશ્ચર્યમાં...
ભાવનગર એ બે બેઠકો મળીને કુલ દસ બેઠકો કોંગ્રેસે અત્યારથી ભાજપને આપી દીધી હોવાની સ્થિતી છે.
આ ઉપરાંત ભાજપના અજેય ગઢ બની ચૂકેલા અમદાવાદ-ગાંધીનગરની અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર એ ત્રણ બેઠકો પણ કોંગ્રેસ જીતી શકે તેમ નથી એવું કોંગ્રેસ માને છે. આ સિવાય વડોદરા અને
કોંગ્રેસે જે બેઠકોથી હાથ ખંખેરી નાંખ્યા છે તેમાં મોટા ભાગની બેઠકો દક્ષિણ ગુજરાતની છે. બલ્કે દસમાંથી અડધી એટલે કે પાંચ બેઠકો દક્ષિણ ગુજરાતની છે. દક્ષિણ ગુજરાતની સુરત, નવસારી, ભરૂચ, બારડોલી અને વલસાડ એ પાંચ બેઠકો પર ભાજપને હરાવવો લગભગ અશક્ય છે તેવું કોંગ્રેસના નેતાઓનું માનવું છે.
મજાની વાત એ છે કે આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ ગુજરાતની 10 બેઠકો પર ભાજપને હરાવી શકાય તેમ કહીને અત્યારથી હાથ ખંખેરી નાંખ્યા છે. ભાજપની પકડવાળી આ 10 મજબૂત બેઠકો પર ગમે તેટલી મહેનત કરો તો પણ કોંગ્રેસ જીતી શકે તેવો મત કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કરતાં રાહુલ ગાંધી પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.
અમદાવાદઃ દિલ્હીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોર કમિટિની બેઠક તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે મનોમંથન થયું. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સમક્ષ દરેક લોકસભા બેઠક દીઠ પ્રેઝન્ટેશન કર્યું હતું.