કોંગ્રેસે દરેક ઉમેદવારને આપ્યા કેટલા લાખ રૂપિયા ? કેટલી કેશ ને કેટલા ચેકથી આપ્યા ? આંકડો જાણીને ચોંકી જશો
કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાર્ટી ફંડ માટે ઉઘરાણું કરાયું ન હોવાથી અત્યારે નાણાં ભીડ ચાલી રહી છે. હાઈકમાન્ડે માગ્યા મુજબ ફંડ આપ્યું નથી. પહેલાં તબક્કાના ઉમેદવારો અત્યાર સુધી જેમ તેમ કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, તેઓએ પક્ષ સમક્ષ જેમ બને તેમ જલ્દી ફંડ આપવા માગણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલીક બેઠકો એવી છે જ્યાં પાતળી સરસાઈથી કોંગ્રેસ જીતતી આવે છે ત્યાં કોંગ્રેસ પક્ષે ૩૦ લાખ કરતાં પણ વધુ નાણાં છૂટા કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મહત્વનું છે કે, ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારોને રોકડ અને ચેક એમ કુલ મળીને ૨૪ લાખ ફંડ આપ્યું હતું.
નાણાં ભીડ થોડીક હળવી થતાં મધ્યમવર્ગના ઉમેદવારોને રાહત થવા પામી છે. બીજી તરફ જે ઉમેદવાર આર્થિક રીતે સક્ષમ છે તેવા ઉમેદવારોને ફદિયું પણ અપાયું નથી. દર વખતની જેમ કોંગ્રેસ પક્ષ ધનિક ઉમેદવારોને ફંડ પૂરું પાડવાની નથી, જેમને ફંડ મળવાનું નથી તેમને જાણ કરી દેવાઈ છે.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસે રવિવારે પહેલાં તબક્કાના ઉમેદવારોને ખર્ચા માટે રૂપિયા ફાળવ્યા છે. કોંગ્રેસે ઉમેદવારદીઠ ૩૦ લાખ રૂપિયા ચૂકવી આપ્યા છે. ૨૦ લાખ રૂપિયાનો ચેક તથા રોકડ ૧૦ લાખ અપાયા છે. જોકે જે ઉમેદવાર આર્થિક રીતે સક્ષમ છે તેમને કંઇ પણ અપાયું નથી. મહત્વનું છે કે, ઉમેદવારની ખર્ચ મર્યાદા ૨૮ લાખ છે, પરંતુ પાર્ટી પોતે ગમે તેટલો ખર્ચ કરી શકે છે.
અંતે રવિવારે પહેલા તબક્કાના ઉમેદવારોને ટેલિફોનથી જાણ કરાઈ હતી કે, પાર્ટી ફંડનો ૨૦ લાખનો ચેક તૈયાર છે અને ૧૦ લાખ રોકડા અપાશે. એ પછી ઉમેદવારોએ તેમની નજીકને વ્યક્તિને ફંડ લેવા પ્રદેશ કાર્યાલયે મોકલ્યા હતા. ફંડ લેવા માટે જે તે ઉમેદવારના ટેકેદારો શિસ્તબદ્ઘ રીતે કતારમાં ગોઠવાઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -