'હું મારી મરજીથી અતુલ સાથે ગઈ હતી ને અમે લગ્ન કરી લીધા છે', હાઈકોર્ટમાં યુવતીની રજૂઆત
આ પછી દેવિકા અને અતુલ ઘરેથી ભાગી નીકળ્યા હતા. જો કે, આ સમયે દેવિકા પુખ્તવયની ના હોવાથી તેઓ બંને કેટલાક દિવસો સુધી દિલ્હી સહિતના સ્થળોએ ફર્યા હતા અને પુખ્ત થતાં જ લગ્ન કરી લીધા હતા. પરંતુ આ મામલે યુવક પર અપહરણ સહિતના ગુનાની ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરાઇ હતી. જેથી સમગ્ર મામલો સામે આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમયે સરકારી વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, યુવક સામે ફરિયાદ થઇ હોવાથી તે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને યુવતીને વિકાસ વિદ્યાલયમાં રખાઇ છે. કોર્ટે યુવતીની ઇચ્છા પૂછતા તેણે યુવકની બહેન-બનેવીના ઘરે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતાં હાઇકોર્ટે યુવતી પુખ્તવયની થઇ ગઇ છે અને તેણે યુવકના બહેનના ઘરે જવાની ઇચ્છા દર્શાવી હોવાથી તેને તેમની સાથે જવાની મંજૂરી આપી હતી.
દેવિકાએ કોર્ટને જણાવ્યું હતું કે, અતુલ તેને બળજબરીથી નહોતો લઇ ગયો. ત્યારબાદ તે અતુલ સાથે દિલ્હી સહિત અનેક સ્થળોએ રહી હતી. જ્યારે ૨૬મી સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ પુખ્તવયની થઇ ગઇ ત્યારે તેમણે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા હતા.
દેવિકાને શોધી કોર્ટ સમક્ષ હાજર કરાઇ ત્યારે તેણે કોર્ટે જણાવ્યું હતું કે, તે યુવક જોડે પોતાની મરજીથી ગઇ હતી. તેના પ્રેમસંબંધની જાણ તેની માતાને થઇ જતા તેમણે મારઝુડ કરી હતી. તેથી તે મારથી બચવા ઘરેથી ભાગી ગઇ હતી અને આપઘાત કરી લેવા માંગતી હતી. પરંતુ તેને ભાન થયું કે જો તે આપઘાત કરશે અને તેનો આરોપ યુવક અતુલ ઉપર આવી જશે, તેથી તે સમયે તેણે અતુલને ફોન કર્યો હતો અને તેને પોતાની સાથે લઇ જવાનું કહ્યું હતું.
દેવિકાની માતાએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, અતુલ નામનો યુવાન તેમની દીકરીને બળજબરીથી લઇ ગયો છે. તેથી તેને હાજર કરવામાં આવે. દેવિકા ૨૬મી જૂનથી ઘરેથી ગાયબ થઇ હતી અને તેની કોઇ ભાળ ના મળતા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.
અમદાવાદઃ 16 વર્ષની વયે પ્રેમી સાથે ભાગી ગયેલી દીકરીને પરત મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરતાં દીકરી કોર્ટમાં હાજર થઈ હતી અને કોર્ટમાં તેણે પોતે પુખ્તવયની થઈ ગઈ હોવાનું અને લગ્ન કરી લીધા હોવાનું જણાવી પ્રેમીના પરિવાર સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી કોર્ટે યુવતીને પ્રેમીના પરિવાર સાથે જવાની મંજૂરી આપી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, દેવિકા 16 વર્ષની હતી, ત્યારે તે અતુલ નામના યુવકના પ્રેમમાં પડી હતી. આ સંબંધની જાણ થતાં પરિવારજનોએ દીકરીને માર માર્યો હતો. જેથી દેવિકા ઘરેથી આપઘાત કરવા નીકળી ગઈ હતી. જોકે, પોતે આપઘાત કરી લેશે, તો પરિવારજનો તેના પ્રેમી પર આરોપ લગાવશે, તેવું વિચારી તેણે આપઘાત કરવાનું ટાળ્યું હતું અને પ્રેમીને ફોન કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -