✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસે પાટીદારોને અનામત આપવા માટે રજૂ કરી કઈ ત્રણ ફોર્મ્યુલા ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Nov 2017 11:13 AM (IST)
કોંગ્રેસે પાટીદારોને અનામત આપવા માટે રજૂ કરી કઈ ત્રણ ફોર્મ્યુલા ? જાણો વિગત
1

'પાસ' સાથે બેઠક માટે અમદાવાદ આવેલા સિબ્બલે એરપોર્ટ પર જણાવ્યું હતું કે 'અમારી પાસે ફૂલપ્રુફ પ્લાન છે. અમે તેમને રસ્તો દેખાડીશું અને તેઓ અમારા દ્વારા આપવામાં આવેલા વિકલ્પને પસંદ પણ કરશે. જો કે આ બાબતે ખૂબ ગંભીરતા પૂર્વકની વાતચીત થવી જરુરી છે. તે બાદ જ પરીણામ આવી શકશે.'

2

અમદાવાદઃ અનામત મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બુધવારે મોડી રાત્રે યોજાયેલી બેઠક પછી કોઈ જાહેરાત નહોતી થઈ અને આ બેઠક અનિર્ણાયક રહી હતી. આ બેઠકમાં કોંગ્રેસે પાટીદારોને કઈ રીતે અનામત આપવી તે માટે ત્રણ ફોર્મ્યુલા રજૂ કરી હતી પણ કોઈ નિર્ણય નહોતો લેવાયો.

3

કોંગ્રેસની ત્રીજી ફોર્મ્યુલા પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ કરવા માટે સર્વે કરવાની છે. પાટીદાર સમાજનો સર્વે કરીને તેમને અનામત મળી શકે તેવું તારણ રજૂ થાય તો પાટીદારોને ઓબીસીમાં સમાવી લેવાય તેવી ફોર્મ્યુલા કોંગ્રેસ દ્વાર મૂકાઈ છે. બંધારણીય રીતે એ શક્ય છે પણ તેના કારણે અન્ય જ્ઞાતિ નારાજ થઈ શકે.

4

આ માટે કોંગ્રેસ સંસદમાં બંધારણીય સુધારા ખરડો રજૂ કરે તેવી દરખાસ્ત કોંગ્રેસ વતી કપિલ સિબ્બલે મૂકી છે. ગુજરાતના પાટીદારો ઉપરાંત રાજસ્થાનના જાટ અને ગુર્જર, હરિયાણાના જાટ સહિતની જ્ઞાતિઓને પણ આ અનામતનો લાભ આપીને એક સાથે ઘણાં રાજ્યોના લોકોને તેનો લાભ આપવાની કોંગ્રેસની યોજના છે.

5

કોંગ્રેસ દ્વારા 'પાસ' સમક્ષ બીજી ફોર્મ્યુલા અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં પાટીદારોનો સમાવેશ કરવાની છે. હાલમાં ઓબીસી માટે 27 ટકા અનામત છે તેમાં કોઈ ફેરફાર નહીં કરાય એવું કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે. આ 27 ટકા અનામત સિવાય બીજી 10 ટકા વધારાની અનામત ઓબીસીમાં ઉમરવી તેવી કોંગ્રેસની દરખાસ્ત છે.

6

કોંગ્રેસે જે ફોર્મ્યુલા આપી તે 'પાસ'ને પસંદ નહોતી તે પછી કોંગ્રેસના નેતાઓએ અલગ બેઠક યોજી હતી. જો કે પાસનું કહેવું છે કે, બેઠક હકારાત્મક રહી હતી અને પાટીદાર સમાજ સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે. સંભવતઃ આજે અથવા શુક્રવારે 'પાસ'ના હોદ્દેદારોની હાર્દિક પટેલ સાથે બેઠક થશે અને પછી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરાશે.

7

કોંગ્રેસે પાટીદારોને કઈ ત્રણ ફોર્મ્યુલા આપી તે અંગે સત્તાવાર રીતે કશું કહેવાયું નથી પણ કોંગ્રેસ તથા 'પાસ'નાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે એક ફોર્મ્યુલા આર્થિક પછાત વર્ગ (ઈબીસી)માં પાટીદારોનો સમાવેશ કરવાની આપી હતી પણ 'પાસ' દ્વારા એમ કહીને આ ફોર્મ્યુલા ફગાવાઈ છે કે ઈબીસીની બંધારણમાં જોગવાઈ નથી.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસે પાટીદારોને અનામત આપવા માટે રજૂ કરી કઈ ત્રણ ફોર્મ્યુલા ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.