'પદ્માવતી' ફિલ્મ મુદ્દે હાઈકોર્ટે શું આપ્યો આદેશ? જાણો વિગત
અમદાવાદઃ આજે ગુજરાત હાઈકોર્ટે પદ્માવતી ફિલ્મ સામે થયેલી જાહેર હિતની અરજી પર ચુકાદો આપ્યો હતો અને હાઈકોર્ટે આ તબક્કે હસ્તક્ષેપનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે અરજદારને ટકોર કરી છે કે અરજદાર પોતાના વાંધાઓ અંગે સેંસર બૉર્ડમાં રજૂઆત કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ આ જ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ છે. ગુજરાત હાઇકોર્ટના જ એક વકીલે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટમાં થયેલી અરજીનો નિકાલ કરતા હાઇકોર્ટે આશા રાખી છે કે સેન્સર બોર્ડ આ વિવાદ અંગે જરૂરી નિર્ણય લેશે. સાથે જ જો સેંસર બોર્ડ અરજદારની રજૂઆત ન સાંભળે તો કોર્ટના દ્વાર ફરી ખખડાવવા હાઈકોર્ટે અરજદારને છૂટ આપી છે.
જેની સામે હાઈકોર્ટે પ્રશ્ન કર્યો કે, તો, અગાઉથી રીલીઝની તારીખ શા માટે જાહેર કરાઈ? જેની સામે સંજય લીલા ભણસાલીના વકીલે જવાબ આપ્યો કે, સેન્સર બોર્ડમાં સર્ટિફિકેટ માટે અરજી કરવા અને તેને ક્લિયર થતાં એક અઠવાડિયું થાય છે એટલે તેની પહેલેથી જાહેરાત કરી છે. સંજયલીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસના વકીલે એમ પણ કહ્યું કે, પદ્મવતીની ઇમેજ ખરડાય એવું એક પણ દ્રશ્ય ફિલ્મમાં નથી.
અલાઉદ્દીન ખીલજી અને પદ્માવતી વિશે બતાવાયેલી વાતો ઇતિહાસ અને સત્યથી વેગળી છે. જેનાથી રાજપૂત સમાજની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. જેની સામે સંજયલીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસે કહ્યું કે, આ ફિલ્મને હજી સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યુ નથી. તેવામાં આ અરજી પ્રિમેચ્યોર સ્ટેજ પર કરવામાં આવી છે. હજુ તો ફિલ્મનું પૂરું પ્રોડક્શન પણ પૂર્ણ નથી થયું.
હાઈકોર્ટે પદ્માવતી ફિલ્મને લઈને અરજદારને જે પણ વાંધો હોય તે અંગે સેંસર બૉર્ડમાં રજૂઆત કરવા માટે જણાવ્યું છે. કૉર્ટમાં થયેલી દલીલોની વાત કરીએ તો, અરજદારના વકીલે રજૂઆત કરી કે, ઈતિહાસના પાત્રોને ખોટી અને તથ્યથી વેગળી હકીકત બતાવીને સંસેશનવાળી ફિલ્મો બનાવવા માટે સંજય લીલા ભણસાલીનું પ્રોડક્શન હાઉસ જાણીતું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -