પાસ અને કોંગ્રેસની મીટિંગમાં ગઈ કાલે શું લેવાયો નિર્ણય? આજની બેઠક પછી થઈ શકે છે મોટી જાહેરાત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ સાથેની મીટિંગ પછી આજે હાર્દિક સાથે કોંગ્રેસ આપેલા ત્રણ મુદાઓની ચર્ચા થશે. ત્યાર બાદ સમાજના વડિલો, પ્રવૃત અને નિવૃત અધિકારીઓ, જજ સાથે ગ્રાઉન્ડ લેવલ ચર્ચા થશે. આ પછી જ સમગ્ર સમાજને ધ્યાનમાં લઈ અનામત મુદે કોંગ્રેસની માંગણીઓ સ્વીકારીશું, તેમ દિનેશ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આ વાત આવકાર્ય છે. ભાજપે તો માત્ર આંદોલન તોડવા અને ધાક ધમકીઓ આપવા જ બેઠકો કરી હતી. કોઇ પણ વર્ગને અનામતમાં આંચ ન આવે તેમ પાટીદારોને અનામત આપવાની વાત છે, EBC અમને માન્ય નથી. બંધારણના દાયરામાં રહી અનામત જોઇએ છે અને લઇશું. કોંગ્રેસે પાટીદારોની માંગણીઓ સ્વીકારી છે. હવે કોંગ્રેસ સાથે પણ છેલ્લી મીટિંગ છે.
મીટિંગમાં કોંગ્રેસ કઇ રીતે સંવિધાનીક અનામત આપશે તે બાબતે ચર્ચા થઈ. ત્યારબાદ પાસના નેતા દિનેશ બાંભણિયાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. કોંગ્રેસે ત્રણ મુદા આપ્યા છે હાર્દિક, સમાજના વડિલો અને અધિકારીઓ સાથે ચર્ચા બાદ જવાબ આપીશું, તેમ દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, આજે કોંગ્રેસે ખૂબ સારા વાતાવરણમાં યોગ્ય રીતે બંધારણીય સંસોધન કરી અનામત આપવાની વાત કરી છે.
કોંગ્રેસના કાર્યાલય ખાતે અનામત આંદોલન સમિતિની કોર કમિટી સાથે કપિલ સિબ્બલે મુલાકાત કરી હતી. મીટિંગ મોડી રાત્રે 11 વાગ્યે શરૂ થઇ હતી. જેમાં પાસના દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, લલિત વસોયા, મનોજ પનારા, કિરિટ પટેલ, નિરવ પટેલ, અમિત પટેલ, અતુલ પટેલ, હર્ષદ પટેલ, પ્રશાંત પટેલ, અને ગીતા પટેલ, હાજર રહ્યા હતા. આ મીટિંગ બંધ બારણે યોજાઇ હતી.
અમદાવાદ: ગઈ કાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા-કપિલ સિબ્બલ અને પાટીદારો અનામત આંદોલન સમિતિના અગ્રણીઓ સાથે અનામત વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાસ અને આંદોલનના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા. પરંતું હાર્દિક પટેલ આ બેઠકમાં ગેરહાજર રહ્યો હતો. હાર્દિકના આંદોલનના અલ્ટીમેટમને લઇને બુધવારે રાત્રે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ અમદાવાદ ખાતે આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -