✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં લોકસભાની કઈ 4 બેઠકો પર ઉભા રહેવા કોંગ્રેસનો કોઈ દાવેદાર આગળ ના આવ્યો ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jul 2018 10:12 AM (IST)
1

આ ચાર બેઠકો પૈકી અમદાવાદ પૂર્વ બેઠક પર ફિલ્મ અભિનેતા પરેશ રાવલ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર ડો. કિરિટ સોલંકી ચૂંટાયા છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. રાજકોટ બેઠક પરથી મોહનભાઇ કુંડારિયા અને નવસારી બેઠક પરથી સી.આર. પાટિલ ચૂંટાયા છે.

2

અમદાવાદઃ કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવના અધ્યક્ષસ્થાને 3 દિવસ લગી બેઠકોનો દોર ચલાવ્યો. આ બેઠકોમાં લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને સમીક્ષા કરવામાં આવી. આ સમીક્ષા બેઠકમાં 25 લોકસભા બેઠકો માટે ચર્ચા થઈ હતી.

3

આ રજૂઆતનો અર્થ એ થાય કે, કોંગ્રેસના નેતાઓ પણ માને છે કે, આ ચાર બેઠકો પર જીતવું મુશ્કેલ છે અને આ ચાર બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. ભાજપ ગમે તેને ઉભા રાખે તો પણ આ બેઠકો પરથી જીતી જાય તેમ છે તેવો કોંગ્રેસના નેતાઓનો જ મત છે.

4

મજાની વાત એ છે કે આ 25 બેઠકો પૈકી ચાર બેઠકો પર ઉમેદવારી નોંધાવવા માટે કોઈ દાવેદાર આગળ જ ના આવ્યો. આ ચાર બેઠકોમાં રાજકોટ, નવસારી, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકનો સમાવેશ થાય છે. આ ચાર બેઠકો માટે કોંગ્રેસમાંથી કોઈએ દાવેદારી કરી નથી.

5

વડોદરા સિવાય તમામ લોકસભા બેઠકો પર સ્થાનિક આગેવાનોનો મત પ્રદેશના નેતાઓએ સાંભળ્યો હતો. આ બેઠકો માટે કેટલાક નેતાઓએ દાવેદારી પણ કરી. તમામ બેઠકો માટે સામાજિક અને સ્થાનિક સમીકરણ પર ભાર મૂકાયો. સાથે જ ગેરશિસ્ત કરનાર સામે આકરાં અને ઝડપી પગલાંની માંગ પણ કરાઈ.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતમાં લોકસભાની કઈ 4 બેઠકો પર ઉભા રહેવા કોંગ્રેસનો કોઈ દાવેદાર આગળ ના આવ્યો ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.