સેટેલાઇટ ગેંગરેપ મામલે FSLના રિપોર્ટમાં મોટો ખુલાસો, ગેંગરેપ થયાની પુષ્ટી નહીં
અમદાવાદઃ સેટેલાઇટ ગેંગરેપ કેસમાં દિવસેને દિવસે અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એફએસએલ રિપોર્ટ મહિલા આયોગને સોંપ્યો છે. આ રિપોર્ટમાં ગેંગરેપ થયાની પુષ્ટી થઇ નથી. મહિલા આયોગ આ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ રાજ્ય સરકારને આગળની કાર્યવાહી માટે ભલામણ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ પોલીસ કમિશનરે મહિલા આયોગને ગઇકાલે સાંજે રિપોર્ટ સોંપ્યો હતો. આ અગાઉ આ કેસના આરોપીઓ યામીની, ગૌરવ અને વૃષભના નાર્કો ટેસ્ટ કરવાની કોર્ટે મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઘોડાસરની 22 વર્ષીય યુવતી પર સેટેલાઇટ વિસ્તારમાં અપહરણ કરી બે વ્યક્તિઓએ ગેંગરેપ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર અમદાવાદીઓને હચમચાવી નાખ્યા હતા. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે તેનું અપહરણ કરીને ગાડીમાં જ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એટલું જ નહી આરોપીઓએ તેને બ્લેકમેઇલ કરતા હતા અને રૂપિયાની માંગણી કરતા હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પીડિતાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર તપાસ યોગ્ય રીતે ના કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. બાદમાં આરોપીઓના પરિવારોએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી પીડિતા પર રેપ ના થયાનો દાવો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -