કોંગ્રેસમાંથી 15 પૂર્વ સાંસદોએ માંગી વિધાનસભાની ટિકિટ, જાણો શું છે તેમના નામ?
વિસગનર બેઠક પરથી કિરીટ પટેલે કોંગ્રેસ પાસે ટિકિટ માંગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણામાં જીવાભાઈ પટેલે વિધાનસભાની ટિકિટ માંગી છે.
ડાંગની ધરમપુર બેઠક પરથી કિશન પટેલે ટિકિટ માગી છે.
સુરત શહેરમાંથી નૈષધ દેસાઈએ ટિકિટ માંગી છે.
ભરૂચમાં જયેશ પટેલે ટિકિટ માંગી છે.
દાહોદ પરથી પ્રભાબેન તાવિયાડનું નામ ચાલી રહ્યું છે.
લાઠી પરથી વિરજી ઠુમર ચૂંટણી લડી શકે છે.
જામખંભાળિયા કે દ્વારકા બેઠક પરથી વિક્રમ માડમ ચૂંટણી લડે તેવી શક્યતા છે.
બાપુનગર બેઠક પરથી હિંમતસિંહ પટેલે ટિકિટ માંગી છે.
મળતી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાની કાલાવડ બેઠક પરથી પૂર્વ સાંસદ ડોક્ટર દિનેશ પરમારે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
જસદણથી કુંવરજી બાવળિયાએ પણ ટિકિટ માંગી છે.
કોંગ્રેસના પૂર્વ સાંસદ ભાવસિંહ રાઠોડે પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર જંગમાં ઉતરવાની ઈચ્છા વ્યકત કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પરથી સોમાભાઈ પટેલે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય કિરીટસિંહ રાણા સામે ઊભા રહ્યા હતા અને જીતી ગયા હતા. જોકે, આ પછી તેમણે રાજીનામું આપી દીધું હતું અને પછી તેમના દીકરાને લડાવ્યો હતો. જોકે, તેમનો દીકરો પેટા ચૂંટણીમાં કિરીટસિંહ સામે હારી ગયો હતો.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મુખ્ય રાજકીય પક્ષો પોતાના સાંસદોના સહારે છે. સૂત્રોના મતે કોંગ્રેસમાં 15 પૂર્વ સાંસદોએ ટિકિટ માગી છે. જ્યારે ભાજપ પણ ચારથી વધુ પોતાના સાંસદોને મેદાનમાં ઉતારી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -