કોંગ્રેસે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે કયા ટોચના નેતાને ફટકારી નોટિસ? જાણો વિગત
આ ફરિયાદને ગંભીરતાથી લઈને કોંગ્રેસે દિનેશ શર્માને નોટિસ ફટકારી છે. જોકે, દિનેશ શર્માએ પોતાને આવી કોઈ નોટિસ મળી હોવાનો ઇનકાર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે કોંગ્રેસ બીજા રાઉન્ડમાં વધુ 14 કાર્યકરોને નોટિસ ફટકારી છે. આ 14 નેતાઓમાં અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માનો પણ સમાવેશ થાય છે. દિનેશ શર્મા જેવા ટોચના નેતાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ નોટિસ ફટકારાતાં ખળભળાટ મચી ગયો છે.
દિનેશ શર્મા સામે બાપુનગરના કોંગ્રેસના ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલે ફરિયાદ કરી હતી. દિનેશ શર્મા પણ બાપુનગર બેઠક માટે દાવેદાર હતા, પણ પક્ષે હિમ્મતસિંહ પટેલને ટિકીટ આપતાં દિનેશ શર્માએ અંદરખાને હિમ્મતસિંહને હરાવ્યાનો આક્ષેપ કરાયો હતો.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ તથા કાર્યકરો સામે આકરાં પગલા લેવાની કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ચિમકી આપી હતી. આ ચિમકીનો અમલ કરીને કોંગ્રેસે અગાઉ 47 કાર્યકરો અને નેતાઓને નોટિસ ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -