રાહુલ ગાંધી 16 અને 17 જુલાઈએ આવશે ગુજરાત, જાણો કોને મળશે
સૂત્રો કહે છે કે, રાહુલ સૌરાષ્ટ્રમાં ખેડૂતો સાથે મુલાકાત કરશે જેમાં પાકવીમાના પ્રશ્નો, પોષણક્ષણ ભાવો અંગે ચર્ચા વિચારણા કરશે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે કામદારો સાથે પણ ગુફતેગો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ જે સ્થળો નક્કી થયા છે તે સંભવિત છે અને તેમાં ફેરફાર પણ થઈ શકે છે. સોમનાથની મુલાકાત માટે પણ ચર્ચા ચાલી રહી છે. ગુજરાત મુલાકાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ધારાસભ્યો સાથે બેઠક યોજે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા પ્રમુખો-ઉપપ્રમુખો સાથે તદુપરાંત પક્ષના અન્ય હોદ્દેદારો સાથે મિટિંગ યોજશે અને લોકસભા ચૂંટણી માટે માર્ગદર્શન આપશે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી રથયાત્રાના દિવસે અમદાવાદ આવે તે માટેનો કાર્યક્રમ ફાઈનલ થઈ શક્યો નથી. તેને બદલે 16-17મી જુલાઈએ ગુજરાત મુલાકાતનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે.
એવું પણ જાણવા મળ્યું છે કે અમરેલીના ધારીના જંગલમાં આવેલ માલધારીઓ સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત સાધુ-સંતોને પણ રાહુલ મળે તે માટેનું પ્રદેશ કોંગ્રેસે આયોજન ઘડ્યું હોવાનું જાણવા મળ્યું છે.
રાહુલ બે દિવસની સૌરાષ્ટ્ર મુલાકાતમાં ભાવનગરના મેથળા બંધારા ખાતે ખેડૂતોને મળશે અને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે કામદારો-વેપારીઓને મળશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી પણ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
અમદાવાદ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 16-17 જુલાઈએ ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે પ્રદેશ કોંગ્રેસે તડમારા તૈયારીઓ શરૂ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -