રાહુલ ગાંધી કઈ તારીખે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે? કઈ જગ્યાએ સભા સંબોધશે? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2019 10:15 AM (IST)
1
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો સાથે સિદ્ધપુર પહોંચ્યા હતાં. તેમણે સ્થાનિક નેતાઓ સાથે રાહુલ ગાંધીની સભા માટે સ્થળ અંગે ચર્ચા કરી હતી.
2
આ પૈકીની એક સભા સિદ્ધપુરમાં યોજાશે. રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાતના પ્રવાસને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મોવડી મંડળે પાટણમાં ધામા નાંખ્યા હતાં. આ ઉપરાંત સ્થાનિક નેતાઓ પણ આવી પહોંચ્યા હતાં.
3
અમદાવાદ: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓઓ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આગામી 15 અને 16 ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતની મુલાકાત લે તેવા એંધાણ છે. રાહુલ ગાંધી આ મુલાકાત દરમિયાન ઉત્તર ગુજરાતમાં બે સભાઓ પણ સંબોધશે તેવું જાણવા મળ્યું છે.