અમદાવાદઃ 40 વર્ષીય કોન્સ્ટેબલ PIની MBBSમાં ભણતી 24 વર્ષની પુત્રીના પ્રેમમાં પડ્યો, જાણો પછી શું થયું?
આ અંગેની વિગતો એવી છે કે, 40 વર્ષીય કોન્સ્ટેબલ અને પીઆઇ નારણપુરામાં આવેલી સોસાયટીમાં ઉપર-નીચેના માળે રહેતા હતા. પીઆઇના ઘરે કોન્સ્ટેબલની અવર-જવર રહેતી હોવાથી યુવતી તેના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. એટલું જ નહીં, આ પ્રેમસંબંધ આગળ વધતાં તેમણે લવ મેરેજ કરી લીધા હતા. બીજી તરફ પીઆઇ પિતાને દીકરીના આ લગ્ન મંજૂર ન હોવાથી તેમણે ધમકાવવાનું શરૂ કરતાં અત્યારે આ દંપતીએ પોલીસ રક્ષણ માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રેમ પ્રકરણમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આ કોન્સ્ટેબલના અગાઉ લગ્ન થઈ ગયા છે અને તેણે પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધેલા છે. આ કેસમાં હાઇકોર્ટે સરદારનગર પોલીસને આદેશ કર્યો છે કે સમગ્ર મામલે યોગ્ય અને કાયદેસરના પગલાં લેવામાં આવે.
આ દંપતીએ હાઈકોર્ટમાં અરજી કરે છે કે, યુવતીના પિતા પોલીસ વિભાગમાં જ નોકરી કરતા હોવાથી તેઓ વગદાર છે. તેઓ બંનેના પ્રેમલગ્નથી રાજી નથી અને તેમણે લગ્ન તોડાવવા માટેનો પ્રયત્ન પણ કર્યો હતો. અરજીમાં તેમણે દંપતી અને કોન્સ્ટેબલના પરિવારને નૂકસાન પહોંચાડી શકે, તેવી રજૂઆત કરી હતી. યુવતીના પીઆઇ પિતાએ કોન્સ્ટેબલ સામે અગાઉ ચાંદખેડા પોલીસમાં અરજી પણ કહી હતી. એટલું જ નહીં, કોન્સ્ટેબલના માતા-પિતાને ધમકીઓ પણ આપી હતી.
અમદાવાદઃ 40 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ અને એમબીબીએસનો અભ્યાસ કરતી 24 વર્ષીય યુવતીની લવ સ્ટોરી હાઈકોર્ટમાં પહોંચતાં સમગ્ર વિગતો બહાર આવી છે. આ કેસમાં હાઈકોર્ટે પોલીસને કાયદેસરના પગલા ભરવાનો આદેશ કર્યો છે. અમદાવાદના નારણપુરામાં એક જ સોસાયટીમાં રહેતા કોન્સ્ટેબલ અને પોલીસ ઇન્સ્પેક્ટરની દીકરીએ આંખ મળી જતાં પ્રેમલગ્ન કરી લીધા હતા. જોકે, હવે તેમને પીઆઇ પિતા તરફથી ધમકી મળતાં તેઓ હાઈકોર્ટના શરણે આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -