અમદાવાદઃ 15 વર્ષીય સગીરા કઝિન સાથેના સંબંધ બની બાળકની માતા, કેવી રીતે ઘટના આવી સામે?
અમદાવાદઃ શહેરની 15 વર્ષીય સગીરા પર તેના કઝિને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. સગીરા બળાત્કાર પછી ગર્ભવતી બની હતી અને થોડા દિવસ પહેલાં પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો. હાલ, ઘાટલોડિયા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી સગીરાને પોરબંદર લેડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકને જન્મ આપ્યા પછી આ પિતાએ પોરબંદર પોલીસને જાણ કરી હતી. પિતાએ બળાત્કારની ફરિયાદ કરતાં કમલાબાગ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. સગીરાને ભગાડી જનાર કઝિન સામે પિતાએ ચાંદલોડિયા પોલીસ સ્ટેશનમાં ગત પહેલી જુલાઇ 2018ના રોજ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, અમદાવાદની સગીરાને દોઢ વર્ષ પહેલા પિતરાઇ ભાઈ ભગાડી ગયો હતો. કચ્છમાં રહેતા યુવક સાથેના સંબંધથી આ સગીરા ગર્ભવતી થઈ હતી. ગત 21મી સપ્ટેમ્બરે સગીરાએ પોરબંદરની ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે બાળકને જન્મ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -